--ADVERTISEMENT--

Delhi Election Result 2025 Live: સત્તા પરિવર્તન થવાના એંધાણ, જાણો દિલ્હી મુખ્યમંત્રી કોણ બનશે

Delhi Election Result 2025 Live
--ADVERTISEMENT--

Delhi Election Result 2025 : શરૂઆતી વલણમાં ભાજપને બહુમતી મળી, આપના મોટા ચહેરા પાછળ. AAP ના ત્રણેય મોટા નેતાઓ પાછળ ચાલી રહ્યા છે, 40+ બેઠકો પર BJP આગળ.

--ADVERTISEMENT--

Delhi Election Result 2025: સત્તાપલટો થવાના એંધાણ, ભાજપ જંગી બહુમતી તરફ. આજે દિલ્હીમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. શું અરવિંદ કેજરીવાલની AAP નવો ઇતિહાસ રચશે કે અહીં મોટો રાજકીય ફેરફાર જોવા મળશે?

Delhi Election Result 2025 Live

સમગ્ર દેશની નજર તેના પર છે કે શું અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સતત ત્રીજી વખત વિજય મેળવશે કે પછી ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવશે. પ્રારંભિક વલણોમાં ભાજપ લીડ કરી રહ્યું છે, જ્યારે આપ પણ આકરી ટક્કર આપી રહ્યું છે. કોંગ્રેસે એક બેઠક પર લીડ મેળવી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે 8 બેઠકો જીતી હતી. કોંગ્રેસ એક પણ બેઠક પર જીત મેળવી શકી ન હતી. આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો હતા. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 હતી. 1,261 થર્ડ જેન્ડર મતદારો હતા.

દિલ્હીના વિવિધ જિલ્લાઓમાં મતગણતરી માટે કુલ 14 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં શાહદરા, મધ્ય દિલ્હી, પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં એક-એક, ઉત્તર, પશ્ચિમ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ જિલ્લામાં બે-બે અને નવી દિલ્હી તથા ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં ત્રણ-ત્રણ કેન્દ્રો સમાવિષ્ટ છે. મતગણતરી પ્રક્રિયા સુચારૂ રૂપે સંચાલિત થાય તે માટે કુલ 5,000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment