Connect with us

Trends

આ ત્રણ ક્રિકેટરના નંબરની જર્સી કોઇ પહેરી શકતુ નથી, રિટાયર થઇ ચુકી છે

Published

on

ભારતમાં ક્રિકેટના દિવાનાઓની કમી નથી અને તે ખેલાડીઓની કમી ક્યારેય ભગવાનનો દરજ્જો આપતા નથી ચુકતી. ક્રિકેટના મેદાન પર પોતાની કલાકારી બતાવનારા ક્યારેક બેટ્સમેન તો ક્યારેક બોલથી દુનિયાનું દિલ જીતી ચુકેલા કેટલાક એવા દિગ્ગજ છે જેમને ખાસ જગ્યા મળી છે. ક્રિકેટની દુનિયા જ નહી પણ અલગ અલગ રમતમાં કેટલાક એવા ઉદાહરણ છે જેમાં તેમના દ્વારા પહેરવામાં આવેલી જર્સી હંમેશા માટે તે ખેલાડીઓ સાથે રિટાયર થઇ ગઇ છે.

ક્રિકેટની દુનિયામાં સચિન તેંડુલકરની નંબર-10ની જર્સી રિટાયર કરવામાં આવી છે

ફિલ હ્યૂજ

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ફિલ હ્યૂજ જે જર્સીને પહેરીને મેદાન પર રમવા માટે ઉતરતા હતા તે એક દર્દનાક દૂર્ઘટના બાદ રિટાયર કરી દેવામાં આવી છે. વર્ષ 2014માં એક ઘરેલુ મુકાબલા દરમિયાન હ્યૂજના માથા પર બોલ લાગ્યો હતો જે બાદ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હ્યૂજની જર્સી નંબર 64ને તેમના સમ્માન માટે રિટાયર કરી દીધી છે. ક્રિકેટના મેદાન પર આ નંબરની જર્સીમાં ક્યારેય પણ કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડી જોવા મળ્યા નથી.

પારસ ખડકા

નેપાળ ક્રિકેટ ટીમના દિગ્ગજ કેપ્ટન પારસે ઓગસ્ટ 2021માં પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી. ટીમ માટે તેના દ્વારા આપવામાં આવેલા યોગદાનને ધ્યાનમાં રાખતા ક્રિકેટ બોર્ડે ખાસ સમ્માન આપવાનો નિર્ણય કર્યો હતો. પારસ નેપાળ તરફથી 77 નંબરની જર્સીમાં રમતો હતો અને તેને હંમેશા માટે જ રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે નેપાળની ટીમ તરફથી કોઇ પણ ખેલાડી આ જર્સીને પહેરીને મેદાનમાં ઉતર્યો નથી

સચિન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વર્લ્ડ ક્રિકેટ પર બે દાયકા કરતા પણ વધુ સમય સુધી રાઝ કર્યુ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન, સૌથી વધુ સદી અને સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનારા આ મહિના હસ્તીના સમ્માનમાં બીસીસીઆઇએ તેમની 10 નંબરની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય કર્યો હતો.

વર્ષ 2013માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ અંતિમ મેચ રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને સચિન તેંડુલકરે અલવિદા કહ્યુ હતુ અને કેટલાક વર્ષ બાદ શાર્દુલ ઠાકુર પણ આ જર્સીમાં મેદાન પર ભારત તરફથી રમવા ઉતર્યો હતો. સચિન તેંડુલકરની જર્સી નંબરમાં રમવા ઉતર્યા બાદ બીસીસીઆઇ પર લોકોએ નિશાન સાધઅયુ હતુ અને સાથે જ શાર્દુલ ઠાકુરની ટિકા પણ કરી હતી. તે બાદ બોર્ડે આ નક્કી કર્યુ કે આ જર્સીને રિટાયર કરી દેવામાં આવે.

આ ત્રણ ક્રિકેટરના નંબરની જર્સી કોઇ પહેરી શકતુ નથી
આ ત્રણ ક્રિકેટરના નંબરની જર્સી કોઇ પહેરી શકતુ નથી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending