Connect with us

SarkariYojna

કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના 2022 | Cow Dairy Farm Yojana Gujarat 2022

Published

on

કાંકરેજ અને ગીર ગાય ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના 2022 | પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના | Dairy Farm (Kankraj and Gir Cows ) Yojana Gujarat 2022 | Cow Dairy Farm Yojana Gujarat 2022 | Cow Dairy Farm subsidy In Gujarat | Cow Dairy Farm Subsidy scheme Gujarat 2022 | Ikhedut yojana 2022 | Cow Dairy Farm Subsidy Scheme In Gujarat 2022 | I khedut Portal 2022 | પશુપાલનની યોજનાઓ | પશુપાલનની યોજનાઓ 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજના ગુજરાત 2022 વિગતો

યોજનાનું નામ ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુપશુપાલન થકી સ્વરોજગારી હેતુસર
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2022
મળવાપાત્ર લાભ(૧) પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના ૭.૫ % વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે.
(૨) લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ!. ૫૦૦૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે.
(૩) પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ!. ૨૪૦,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૧૮૦,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
(૪) ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ(રૂ!. ૪૦,૦૦૦)ના ૭૫% લેખે રૂ!. ૩૦,૦૦૦, ફોગર યુનીટ માટે(યુનીટ કોસ્ટ રૂ!. ૩૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૨૨,૫૦૦/- અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ(રૂ!. ૭૫,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે

ગુજરાતમાં ડેરી ફાર્મની સબસિડી યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં પશુપાલન વિભાગ દ્વારા પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય આપવામાં આવે છે. Power Tiller Subsidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના 2022
કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના 2022

The purpose of the Cow Dairy Farm Scheme Gujarat

પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના

પશુપાલન યોજના ગુજરાત દ્વારા પશુપાલકોમાટે આ યોજના બહાર પાડેલ છે. રાજ્યમાં પશુપાલકો પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર અને વધુ ઉત્પાદન મેળવીને કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા પશુપાલન સારી રીતે અને ઝડપી કરી શકે તે માટે આ પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય આપવામાં આવે છે.

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજનાનો લાભ આપવામાં આવે છે. પમ્પ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલન વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ફરજીયાત ઘટક

  1. પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના ૭.૫ % વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે.
  2. લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ!. ૫૦૦૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે.
  3. પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ!. ૨૪૦,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૧૮૦,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે.

વૈકલ્પિક / મરજીયાત ઘટક

  1. ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ(રૂ!. ૪૦,૦૦૦)ના ૭૫% લેખે રૂ!. ૩૦,૦૦૦, ફોગર યુનીટ માટે(યુનીટ કોસ્ટ રૂ!. ૩૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૨૨,૫૦૦/- અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ(રૂ!. ૭૫,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજના માટે રિમાર્ક્સ

  • રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૨-૨૩ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ i-khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  1. અરજદાર 7/12 ની જમીનની નકલ
  2. અરજદારનો આધારકાર્ડ
  3. બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  4. જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  5. જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  6. અરજદારના રેશનકાર્ડની નકલ
  7. જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
  8. જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
  9. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  10. અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  11. અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

ગાયના ડેરી ફાર્મની સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયાHow to Apply for Cow Dairy Farm Online Registration Process

 ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-2 પર “પશુપાલનની યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ પશુપાલનની યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 18 – “પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
ગુજરાતમાં ડેરી ફાર્મની સબસિડી યોજના 2022
ગુજરાતમાં ડેરી ફાર્મની સબસિડી યોજના 2022
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
Cow Dairy Farm Scheme Gujarat
Cow Dairy Farm Scheme Gujarat
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો. ઓનલાઈન અરજી સેવ (save) કર્યા તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી સાધનીક દસ્તાવેજો સાથે અરજી પર દર્શાવેલ કચેરી સરનામે રજૂ કરવાની રહેશે” અથવા “ઓનલાઈન અરજી સેવ (save) કર્યાની તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી સ્કેન કરેલ અરજીની નકલ તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકાશે ત્યારબાદ અરજી કન્ફર્મ, સ્કેન કરેલ અરજી અને અન્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના વિકલ્પો આપમેળે બંધ થઈ જશે જેની અરજદારોએ નોંધ લેવી
  • કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની પશુપાલન કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે.
  • લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજુ કરવાનાં રહેશે.
  • સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Cow Dairy Farm Sahay Yojana 2022

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજનામાં અરજદારે 01/05/2022 થી 3`1/08/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સબસિડી સહાય યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ આ ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજના ચલાવવામાં આવે છે.

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજનામાં કેટલો લાભ મળશે ?

લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ!. ૫૦૦૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે. 

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજના છેલ્લી તારીખ કઈ છે ?

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજનામાં અરજદારે 01/05/2022 થી 31/08/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Gujarat Cow Dairy Farm Scheme નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

ગાયના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Trending