SarkariYojna
ભરૂચના ક્લેક્ટરને બૉર્ડની પરીક્ષામાં આવ્યા હતા 35 માર્ક્સ ! વાંચો સફળતાની કહાની , માતા પિતા ઓછું આવનાર પરિણામના બાળકોને કહે આ જોઈ લે .
ભરૂચના ક્લેક્ટરને બૉર્ડની પરીક્ષામાં આવ્યા હતા 35 માર્ક્સ : હમણાં થોડા દિવસ પહેલા ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે.
કલેક્ટર તુષાર સુમેરા સર સફળતાની કહાની
રાજકોટની ચૌધરી હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. અંગ્રેજીમાં ૩૫ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ.(માર્કશીટનો ફોટો મૂકેલો છે) પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો.
આ પણ વાંચો- ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી. મહિનાનો પગાર માત્ર 2500 રૂપિયા. આ નોકરી દરમ્યાન જ આ છોકરાને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે. આ છોકરાએ એમના પિતાજીને આ બાબતે વાત કરી.
પિતાજીએ આ દીકરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી. 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને એ છોકરો કલેકટર બનવાની તૈયારીમાં લાગી ગયો. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.
કલેક્ટર તુષાર સુમેરાએ IAS અવનીશ શરણના સર નો આભાર માન્યો
એમણે નક્કી કરેલું કે હું ભલે ગુજરાતી માધ્યમમાં ભણ્યો હોય પણ મારે પરીક્ષા તો અંગ્રેજી માધ્યમમાં જ આપવી છે. પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે અનુભવ થયો કે અંગ્રેજી લખવાની સ્પીડ બહુ જ ધીમી છે. સ્પીડ વધારવા કરસ્યું રાઈટીગનો ઉપયોગ કરવો પડે. એમણે આ ઉંમરે પણ કરસ્યું રાઈટીગ શીખીને ખૂબ પ્રેકટીસ કરી સ્પીડ વધારી.વર્ષ ઉપર વર્ષ પસાર થાય પણ પરીક્ષામાં સફળતા ન મળે. નિરાશ થયા વગર પોતાનાથી થતી ભૂલો સુધારીને આગળ વધે. આ સંઘર્ષયાત્રા દરમિયાન પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળતો રહ્યો.
આ પણ વાંચો- વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી)
2012ના વર્ષમાં આ એમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા. આ વિદ્યાર્થીનું નામ છે, તુષાર સુમેરા અને અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુમેરા સાહેબે ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. ૧૦માં ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે જેની વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વધપ્રધાને નોંધ લેવી પડે.
મિત્રો, નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.💕
આ પણ વાંચો- લાઇટ બિલ ઓનલાઈન તપાસો, જુઓ સંપૂર્ણ માહિતી
Content Source : WhatsApp Group
કોણ છે કલેક્ટર તુષાર સુમેરા ?
તુષાર ડી. સુમેરા હાલમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ છે. 2012માં તેઓ UPSC પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બન્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ભરૂચમાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરવામાં આવેલા કામો અંગે ટ્વિટર પર તુષાર સુમેરાનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે,હાઈસ્કૂલમાં માત્ર પાસિંગ માર્કસ લઈને પાસ થયેલા તુષારે ઈન્ટર વિથ આર્ટસ સ્ટ્રીમનો અભ્યાસ કર્યો હતો. બાદમાં B.Ed કર્યા બાદ તેને ટીચરની નોકરી મળી હતી.

જેને માર્ક્સ ઓછા આવ્યા છે જરા આ માર્કશિટ જોઈ લેજો ,ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા ૧૦માં ધોરણમાં કેટલા માર્કસ આવ્યા એ વિચારીને બેસી ગયા હોત તો ! માતા પિતા ઓછું આવનાર પરિણામના બાળકોને કહે આ જોઈ લે .
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
ઘરઘંટી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
સિલાઈ મશીન માટે ઓનલાઇન ફોર્મ ભરો | Silai Machine Yojana Form Online
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022,આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી, જુઓ સંપૂર્ણ માહિતી
- GPSC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @gpsc.gujarat.gov.in
-
ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી 2022 , વાંચો જાહેરાત @apprenticeshipindia.gov.in