Connect with us

SarkariYojna

CNG: 3 માર્ચથી સીએનજી પંપો પર નહીં મળે, સીએનજી ડીલર્સમાં નારાજગી, આ કારણથી વેચાણ કરશે બંધ

Published

on

CNG: રાજ્યમાં સીએનજી વેચાણ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સીએનજી વાહન ચાલકો માટે આ મોટા સમાચાર છે કેમ કે,  3 માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી સીએનજી નહીં વેચાય. ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી સીએનજી વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. 

શુક્રવારે સવારે 7 વાગ્યાથી સીએનજી લોકોને મહીં મળી શકે, નવી જાહેરાત ના થાય ત્યાં સુધી આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. 3 માર્ચ સુધી ઓચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવી છે.

માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરશે

55 મહિનાથી સીએનજી વેચાણ મામલે માર્જિન ના વધતા આ નારાજગી જોવા મળી રહી છે. અચોક્કસ મુદ્દતે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.   સરકારે CNG પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે ત્યારે બીજી તરફ માર્જિન મામલે નારાજગી જોવા મળી રહી છે. જેથી આ માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરશે. જે માટે 10 ટકા વધારાની માંગ કરવામાં આવી રહી છે. 

કેમ અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી?

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસેએશન દ્વારા આ જાહેર કરવામાં આવી છે. અગાઉ પણ સીએનજી મામલે દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ બંધ રહ્યા હતા. આ ઉપરાંત અવાર નવાર આ પ્રકારે વિરોધ જોવા મળ્યો છે ત્યારે ફરી એકવાર ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી સીએનજી વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. નવી જાહેરાત ના થાય ત્યાં સુધી સીએનજી નહીં આપવાનો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે.

CNG not available at pumps from March 3
CNG not available at pumps from March 3

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending