Connect with us

SarkariYojna

વડોદરા : ભગવાન શિવની 111 ફૂટની ઉંચી સુવર્ણ પ્રતિમાના શહેરીજનોને થયા દર્શન, શિવરાત્રીએ સીએમ કરશે અનાવરણ

Published

on

વડોદરા શહેરમાં સુરસાગર સ્થિતિ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની ઉંચી પ્રતિમાના દર્શન લોકોને થયા હતા. 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. જો કે એ પહેલા મહાશિવરાત્રીના તહેવાર પહેલા વડોદરામાં ઘણા સમયથી આ મૂર્તિના દર્શન કરવાને લઈને લોકો રાહ જોતા હતા ત્યારે પ્રતિમાનું અનાવરણ દૂર કરાતા શિવજીના મૂર્તિના દર્શન થયા હતા. 

શિવજીની આ પ્રતિમાની સુવર્ણજડિતની કામગિરી પૂર્ણ કરવામાં આવી રહી છે. શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલો સુવર્ણ ચઢાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ શિવજી કી સવારી નિકળશે જેમાં સમગ્ર શહેરના લોકોને આ ઉત્સવની અંદર જોડવામાં આવશે.  2020માં પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાનું કાર્ય શરુ થયું હતું.  ત્યારે ભગવાન શિવની આ મૂર્તિનું અનાવરણ હટાવી દેતા સુંદર સુવર્ણજડીત મૂર્તિના દર્શન ભાવી ભક્તોને શિવરાત્રિ પહેલા જ થયા હતા. 

વડોદરા શહેરની અંદર છેલ્લા 10 વર્ષથીટ શિવજી કી સવારી નિકળે છે. મહાશિવરાત્રીના શુભ અવસરે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા ભગવાન શિવની સવારીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં શહેરભરમાંથી લોકો આ સવારીમાં જોડાશે ત્યારે પરંપરાગત રીતે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. 

ધારાસભ્ય યોગેશ પટેલ 2017ની અંદર મિત્રો સમક્ષ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. આ પ્રતિમા માટે શહેર તેમજ જિલ્લા અને રાજ્ય તેમજ દેશ અને વિદેશના અનેક દાતાઓને ફાળો આપ્યો છે. લગભગ 12 કરોડના ખર્ચે મૂર્તિનું કામ તૈયાર કરાયું છે.

statue of Lord Shiva on Shivratri
statue of Lord Shiva on Shivratri

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending