SarkariYojna
રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી , વાંચો સંપૂર્ણ માહિતી
હવામાન વિભાગે પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર બન્યું હોવાથી એની અસર ગુજરાત પર જોવા મળશે. ઉત્તર ઓડિશા પર એક લો-પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો છે. લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, વઘઈમાં ચાર કલાકમાં 6.4 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી
વરસાદી સિસ્ટમ સક્રિય થતા આખા રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક વિસ્તારોમાં હજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ વઘઈમાં ચાર કલાકમાં 6.4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન
વાંસદામાં ધોધમાર વરસાદથી સૂરખાઈથી ઉનાઈ જતા માર્ગ પર જ્યા જુઓ ત્યા પાણી જ પાણી, ભક્તો ઢીંચણસમાં પાણીમાંથી જવા મજબુર
રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે, આ વરસાદ રાહતને બદલે આફત હોવાનું સાબિત થઈ રહ્યો છે. જિલ્લાના વાંસદામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ તારાજી સર્જાઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યાં છે. સૂરખાઈથી યાત્રાધામ ઉનાઈ જતા માર્ગ પર પાણી ભરાય ગયા હતા. જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે ભક્તોને ભારે હાલાકી પડી હતી. તેમજ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.
છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 193 તાલુકાઓમાં મેઘ મહેર થવા પામી છે. સૌથી વધુ વરસાદ ધરમપુર, વાંસદા, ચિખલી, કપરાડા, ખેરગામ, આહવા અને ઉમરપાડામાં નોંધાયો છે. તે ઉપરાંત જોઈએ તો સંખેલા, ઉચ્છલ, મુંદ્રા, પારડી, વાપી, તિલકવાડા, વલસાડ, ગરૂડેશ્વર, ડોલવણ તથા સોજિત્રા સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારની વાત કરીએ તો 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વઘઈ, દેડિયાપાડા, આહવા, ડોલવણ, સાગબારા, વાંસદા અને મુંદ્રામાં દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો- PVC આધાર કાર્ડ મંગાવો ઘરે બેઠા, આ રીતે કરો અરજી
આજે નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન ખાતની આગાહી પ્રમાણે, 10 જુલાઈએ નવસારી તથા વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં 4થી 8 ઈંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.11 જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ તથા જૂનાગઢમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં 4થી લઈ 8 ઈંચ વરસાદ વરસી શકે છે. 12 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં 4થી લઈને 8 ઈંચ સુધી વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો- મફત છત્રી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી
મહત્વપૂર્ણ કડીઓ
ગુજરાત માં આજે વરસાદ ની આગાહી જાણવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક, ફ્રી માં ડાઉનલોડ કરો
-
જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
-
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી
-
HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @hdfcbank.com
-
ઘરઘંટી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in