Connect with us

ApplyOnline

બેંક ઓફ બરોડામાં મેનેજરની 159 જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી

Published

on

Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડા દ્વારા (Bank of Baroda) દ્વારા વધુ એક ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છં.

Bank of Baroda Recruitment 2022: બેંક ઓફ બરોડા (Bank of Baroda, BOB) એ બ્રાન્ચ રીસીવેબલ મેનેજર (Branch Receivables Managers, BRM)ની ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સમગ્ર ભારતમાં કુલ 159 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. BOBમાં મેનેજરની ભરતી માટે ઑનલાઇન એપ્લિકેશન લિંક 14 એપ્રિલ 2022 સુધી ઉપલબ્ધ છે. ગ્રેજ્યુએશનની ડિગ્રી અને અનુભવ ધરાવતા ઉમેદવારો BOB ભરતી 2022 માટે અરજી કરી શકે છે.

અરજી કરતા પહેલા ઉમેદવારોએ લાયકાત અને પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા હોય એ સુનિશ્ચિત કરવું જોઈએ. શોર્ટ-લિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ / પસંદગીની ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિના પ્રોવિઝનલ રહેશે. જ્યારે બેંક દ્વારા બોલાવવામાં આવે ત્યારે વિગતો/દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો- ગુજરાત આંગણવાડી ભરતી 2022

મહત્વની તારીખ

  • અરજી કરવાની પ્રારંભિક તારીખ – 25 માર્ચ 2022
  • અરજી કરવાની અંતિમ તારીખ – 14-4-2022 એપ્રિલ 2022

ખાલી પડેલા પદો વિશે વિગતો

બ્રાંચ રિલિવેબલ મેનેજર – 159 પદ

  • SC – 23, ST 11, OBC – 42,.EWS – 15, UR – 68

રાજ્યો પ્રમાણે ખાલી જગ્યાઓ

રાજ્યખાલી પદો
આંધ્રપ્રદેશ/તેલંગાણા5
અરૂણાચલ પ્રદેશ2
આસામ4
બિહાર7
છત્તીસગઢ5
ગોવા3
ગુજરાત/દમણ અને દિવ/દાદરા ન. હવેલી18
હરિયાણા/ પંજાબ10
હિમાચલ પ્રદેશ3
જમ્મુ અને કાશ્મીર1
ઝારખંડ3
કર્ણાટક7
કેરેલા5
મધ્ય પ્રદેશ7
મહારાષ્ટ્ર23
મણીપુર1
મેધાલય1
મિઝોરમ1
નાગાલેન્ડ1
NCT દિલ્લી/NCR10
ઓડિશા7
રાદસ્થાન7
તમિલનાડુ અને પોંડિચેરી5
ત્રિપુરા1
ઉત્તરપ્રદેશ/ઉત્તરાખંડ15
વેસ્ટ બંગાળ /સિક્કિમ/અંદામાન નિકોબાર7

લાયકાતના ધારાધોરણ

શૈક્ષણિક લાયકાત:

સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારત / UGC/AICTE.

આ પણ વાંચો-  ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન

અનુભવ:

ઓછામાં ઓછા 2 વર્ષનો કામનો અનુભવ જરૂરી છે. જેમાંથી 1 વર્ષનો અનુભવ દેશમાં બેંકો/એનબીએફસી/નાણાકીય સંસ્થાઓ અને સંબંધિત ઉદ્યોગો સાથે કલેક્શન પ્રોફાઇલમાં હોવો જોઈએ.

વય મર્યાદા:

23 થી 25 વર્ષ

આ રીતે કરો અરજી

બેંકની વેબસાઈટ www.bankofbaroda.in/Career.html પર વિઝિટ કરો અને યોગ્ય ઓનલાઈન એપ્લિકેશન ફોર્મેટમાં ઓનલાઈન રજીસ્ટર કરો. જે Careers-> Current Opportunities પર ક્લિક કરી સરળતાથી કરી શકાય છે.

  1. બેંકની વેબસાઇટ અને ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઇન્ટરનેટ બેંકિંગ વગેરેનો ઉપયોગ કરીને એપ્લિકેશન ફી ચૂકવો.
  2. ઓનલાઈન અરજી કરતી વખતે તમારો બાયો-ડેટા અપલોડ કરો. ઉપરાંત, તમારે તેમના સ્કેન કરેલા ફોટોગ્રાફ, સિગ્નેચર અને તેમના સંબંધિત અન્ય ડોક્યુમેન્ટ પણ અપલોડ કરો.

ભરતીની જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending