google news

આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022 , ૫ લાખ સુધીની મફત સારવાર

આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022 : ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.

આયુષ્યમાન ભારત યોજના 2022

યોજનાનું નામપીએમ આયુષ્માન ભારત યોજના (ધાનમંત્રી જન આરોગ્ય યોજના)
શરુશ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ
લાભહોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
આરોગ્ય મંત્રાલય દ્વારા 1350 પેકેજોનો સમાવેશ જેમાં કીમોથેરાપી, મગજની સર્જરી, જીવન બચાવવા વગેરેનો સમાવેશ થાય છે.
સત્તાવાર વેબસાઈટhttps://mera.pmjay.gov.in/
હેલ્પલાઈન14555

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ

આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે.

આ પણ વાંચો : ઘરે બેઠા પૈસા કમાવવા માટે ગુગલ ની નવી એપ્લિકેશન – ગુગલ ટાસ્ક મેટ

કોણ લાભ લઇ શકશે ?

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.

કોઈ જાતિગત-આવક-ઉંમર મર્યાદા છે?

આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

કેવી રીતે લાભ મળશે ?

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.

આ પણ વાંચો : તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા

પોતાનું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં, કેવી રીતે જાણી શકાય?

આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login માં બીપીએલ કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહિ તે જાણી શકશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર 14555 અને 1800 111 565 પર કોલ કરવાથી સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે.

આયુષ્માન મિત્ર કરશે મદદ

આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.

કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?

આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.

આ પણ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 , વાંચો ઓફિશ્યિલ પરિપત્ર

ક્યાં રોગો-સર્જરીની સારવાર મળશે

આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તમામ વ્યવહારો પેપરલેસ-કેશલેસ, લાભાર્થીનાં ખાતામાં જ રકમ જમા

આયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. આ માટે નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક આઈ.ટી. પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીને મળતી રકમ ડાઇરેક્ટ ડેબિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવશે

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

  • પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
  • હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
  • નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
  • આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
  • લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
  • નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.
હોસ્પિટલ ચેક કરોઅહીંથી ચેક કરો
સંપૂર્ણ માહિતીઅહીંથી વાંચો
સરકારી હોસ્પિટલ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
તમારું નામ ચેકઅહીંથી કરો
સત્તાવાર વેબસાઈટhttps://www.pmjay.gov.in/
આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022
આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022

આયુષ્માન ભારત યોજના શું છે?

આયુષ્માન ભારત યોજના – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનું નામ બદલીને હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY ) રાખવામાં આવ્યું છે, PM જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને એક ઈ-કાર્ડ મળે છે જેનો ઉપયોગ દેશમાં ગમે ત્યાં, જાહેર કે ખાનગી, એમ્પેનલ્ડ હોસ્પિટલમાં સેવાઓ મેળવવા માટે થઈ શકે છે

આયુષ્માન કાર્ડનો ઉપયોગ શું છે?

આયુષ્માન ભારત PM-JAY એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે જેનો ઉદ્દેશ્ય દર વર્ષે કુટુંબ દીઠ રૂ. 5 લાખ નું આરોગ્ય કવચ પ્રદાન કરવાનો છે. 10.74 કરોડથી વધુ ગરીબ અને સંવેદનશીલ પરિવારો (અંદાજે 50 કરોડ લાભાર્થીઓ) કે જે ભારતીય વસ્તીના સૌથી નીચેના 40% છે તેમને ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ કરવા માટે.

શું આયુષ્માન કાર્ડ ખાનગી હોસ્પિટલમાં માન્ય છે?

યોજના હેઠળની સેવાઓ તમામ સાર્વજનિક હોસ્પિટલો અને સૂચિબદ્ધ ખાનગી આરોગ્ય સંભાળ સુવિધાઓમાં મેળવી શકાય છે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો