--ADVERTISEMENT--

ડેટોક્ષ કંપની મામલો : ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાય, પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ

ધારાસભ્ય ચૈતર વસાવા
--ADVERTISEMENT--

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર જીઆડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાય. જેમાં છેલ્લા અઠવાડિયામાં અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારોના મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પોહચી ગયા હતા. જેમાં તેઓએ ફરજમાં રૂકાવટ અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

--ADVERTISEMENT--

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆડીસી પોલીસ મથકે નોંધાઈ છે. છેલ્લા અઠવાડિયામાં અંકલેશ્વરની ડેટોકસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજેલ છે. આ બ્લાસ્ટ બાદ તરત જ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને ચાર કામદારોના મોત અંગે યોગ્ય વળતર સહિતની માગ કરી હતી.

આ મામલે અંકલેશ્વર જીઆડીસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યું છે. ત્યારે આ મામલે અંકલેશ્વર જીઆડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

--ADVERTISEMENT--

Join WhatsApp

Join Now

Leave a Comment