Connect with us

SarkariYojna

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં માર્ચમાં હજુ 2 માવઠા થશે, નોંધી લેજો તારીખો

Published

on

અંબાલાલ પટેલની આગાહી : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરતા કહ્યું છે કે , વેસ્ટન ડિસ્ટર્બન્સ, સમુદ્રનો ભેજ, ગ્રહોના કારણે ઉનાળાના આગામી દિવસો પણ અષાઢી માહોલ જેવા બની રહેવાની શક્યતા છે. 14થી 17માં ફરી માવઠું થવાની આગાહી છે. ઉતર મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વધુ રહેશે. આ માવઠું કૃષિ પાક માટે સારું કહેવાય નહીં. વિજળીનો પ્રકોપ પણ વધુ રહેશે. જ્યારે 25થી 28 માર્ચે દરિયામાં હલચલ રહેશે અને ફરી માવઠું થશે.

અંબાલાલ પટેલની આગાહી

ફેબુઆરીમાં તો વારંવાર વાતાવરણમાં પલટો અને તાપમાનમાં ઉતાર ચડાવ જોવા મળ્યા હતા. પરંતુ માર્ચ મહિનમાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે અને માવઠું થશે. સાથે એપ્રિલ મહિમાં પણ એ જ સ્થિતિ જોવા મળશે. કારણ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં પલટાના યોગ છે. 3 એપ્રિલથી વાતાવરણમાં પલટો આવશે. 14 એપ્રિલમાં સુધીમાં માવઠું થશે. વિજળી થશે અને કરા પડશે. અષાઠી જેવો માહોલ સર્જાશે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી તો રહેશે, પરંતુ વાતાવરણમાં વારંવાર પલટો પણ જોવા મળશે.

રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતો પરેશાન છે, પરંતુ ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 13 અને 14 માર્ચના રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં માવઠું થશે.

13 માર્ચે સાબરકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, મહેસાણા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, દમણ દાદરા નગર હેવલી, અમરેલી, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.

14 માર્ચે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending