toyota innova hycross : હાઇબ્રિડ પાવરટ્રેન 2.0-લિટર પેટ્રોલ એન્જિન : આ કારમાં 2.0 લીટરનું મજબૂત હાઇબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્હીકલની સરેરાશ માઈલેજ 20kmpl છે. આ કારમાં ડીઝલ એન્જિન આપવામાં આવ્યું નથી. કંપનીએ આ MPVને ઘણા મોટા ફેરફારો સાથે લોન્ચ કરી છે, જે તેને હાલની ઈનોવા ક્રિસ્ટાથી સંપૂર્ણપણે અલગ બનાવે છે.
હાઇટેક ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ
ભારતીય બજારમાં પહેલી વાર TOYATA કારમાં ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) ઓફર કરી રહી છે. તેમાં એડપ્ટીવ ક્રુઝ કંટ્રોલ, ઓટોમેટીક ઈમરજન્સી બ્રેકીંગ, ફોરવર્ડ કોલીઝન વોર્નીંગ, લેન ડીપાર્ચર વોર્નીંગ, લેન કીપ આસિસ્ટ, બ્લાઈન્ડ સ્પોટ મોનીટરીંગ અને ઓટોમેટીક હાઈ બીમ જેવા હાઇટેક ફિચર્સ મળે છે. રડાર આધારિત સેફ્ટી ટેક્નોલોજી સાથે ભારતમાં ટોયોટાની આ પહેલી કાર હશે.
સનરૂફની ખાસિયતો
TOYATA એ અત્યાર સુધી ભારતીય બજારમાં પેનોરેમિક સનરૂફ ફીચર ધરાવતી કોઈ કાર લોન્ચ કરી નથી. ટોયોટાની આ પહેલી કાર છે જેમાં આ ફીચર આપવામાં આવી રહ્યું છે. તેના સનરૂફની લંબાઈ વ્હીકલમાં બીજી હરોળ સુધી લંબાય છે.
ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
toyota innova hycross માં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay સાથે નવી ફ્રી-સ્ટેન્ડિંગ 10-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. તો અન્ય ટોયોટા વ્હીકલમાં ફક્ત નવ ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી રહી છે.
આ પણ વાંચો : Jio એ 3 નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા, અમર્યાદિત 5G ડેટા, મફત SonyLiv અને Zee5 સહિત મળશે ઘણા લાભો
ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ રીઅર કેપ્ટન સીટ
આ ટોયોટા કાર 6 સીટર છે. આમાં ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ રિયર કેપ્ટન સીટનું ફીચર આપવામાં આવ્યું છે. સીટ વચ્ચે અલગ આર્મરેસ્ટ અને કપ હોલ્ડર પણ છે. આ ફીચર પહેલીવાર માસ-માર્કેટ MPV કારમાં જોવા મળે છે.
ઇન્ટરનેટ કનેક્ટિવિટી ફિચર
આ કારમાં 10 ઈંચની ટચસ્ક્રીન સિસ્ટમ સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટી પણ આપવામાં આવી રહી છે. આ વિશેષતાઓ મોટે ભાગે માત્ર અદ્યતન ફિચર્સ સાથે મોંઘા અને સજ્જ વ્હીકલમાં જ જોવા મળે છે.
ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ટેલગેટ
ઇનોવા હાઇક્રોસમાં ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ટેઇલગેટ પણ છે. આ ફીચરની મદદથી વ્હીકલની બુટ સ્પેસને વોઈસ આસિસ્ટ દ્વારા ખોલી અને બંધ કરી શકાય છે.
EV ડ્રાઇવિંગ મોડ
ટોયોટા ઇનોવા હાઇક્રોસ હાઇબ્રિડમાં ઇવી ડ્રાઇવિંગ મોડ છે. આ ફિચર કારને Hyrider વ્હીકલની જેમ જ EV ડ્રાઇવિંગ મોડમાં ચલાવવાની મંજૂરી આપે છે.
આ પણ વાંચો : ઘરમાં કેટલી રાખી શકો છો રોકડ? જાણો શું કહે છે ઈનકમ ટેક્સના નિયમ
આ પણ વાંચો: TOP 10 ઇલેક્ટ્રિક કારનું લીસ્ટ, વાંચો સંપૂર્ણ માહિતી
ભારતમાં તેની કિંમત શું હશે
ભારતમાં તેની કિંમત લગભગ 20 લાખ રૂપિયા હોઈ શકે છે. જોકે, કંપની દ્વારા આ કિંમતની ઓફિશિયલ કન્ફોર્મેશન કરવામાં આવ્યું નથી. નવા ફીચર્સ અને ટેક્નિકલ અપડેટ્સને કારણે તેની કિંમત વર્તમાન મોડલ કરતાં થોડી વધારે હોઈ શકે છે.
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.