Connect with us

SarkariYojna

આચાર સંહિતા એટલે શું ? જાણો આચાર સંહિતા માં કયા કયા નિયમો લાગુ પડશે ?

Published

on

આચાર સંહિતા એટલે શું ? જાણો આચાર સંહિતા માં કયા કયા નિયમો લાગુ પડશે ? રાજ્યમાં ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર-સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે આખરે આદર્શ આચાર સંહિતા શું છે અને તેનો ભંગ કરવા સામે કેવા કેવા દંડ઼નાત્મક પગલાં લેવાઈ શકે છે. આજના લેખ માં તમને જાણવા મળશે કે આચાર સંહિતા એટલે શું? આચાર સંહિતા ના નિયમો કેવા હોઈ છે વગેરે માહિતી તમને જોવા મળશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

આચાર સંહિતા એટલે શું ?

ચૂંટણી આચાર સંહિતા નો મતલબ ચૂંટણી પંચની સૂચના છે, જે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પક્ષ અને તેના ઉમેદવાર દ્વારા પાલન કરવામાં આવે છે. જો ઉમેદવાર આ નિયમોનું પાલન નહીં કરે, તો ચૂંટણી પંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, તેને ચૂંટણી લડતા અટકાવી શકે છે, ઉમેદવાર સામે  FIR નોંધાવી શકે છે અને જો તે દોષી સાબિત થાય છે, તો તેને જેલમાં પણ જવું પડે છે.

ચૂંટણી માટે દેશભરમાં સરકાર અને વહીવટીતંત્રને અનેક નિયંત્રણો પસાર કરે છે અને તેની સાથે આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે. ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તે પક્ષના સભ્યો માટે આચાર સંહિતા લાગુ કરવી ફરજિયાત બની જાય છે. ઉપરાંત, સામાન્ય નાગરિકને તેનો અમલ પણ કરવો પડે છે. જો સામાન્ય નાગરિક આચાર સંહિતા નો ભંગ કરે તો તેને પણ નિયમ અનુસાર સજા અથવા દંડ થઈ શકે છે.

આચાર સંહિતાના સામાન્ય નિયમો

 • ચૂંટણી ની આચાર સંહિતા લાગુ થયા પછી મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ જાહેરાત કરી શકતા નથી.
 • પાર્ટી કે પછી કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ ચલાવી શકે નહિ
 • કોઈ પણ પક્ષ પ્રોગ્રામ કરે તો પ્રોગ્રામ ની કિંમત સરકારી ખર્ચ માંથી લેવામાં આવતી નથી
 • કોઈ સરકારી ખર્ચે પ્રોત્સાહન આપી શકે નહીં.
 • જાહેર માં કોઈ પણ પક્ષ તેના પ્રચાર માટે બેનરો અથવા પોસ્ટરો મૂકી શકે નહીં.
 • કોઈ પક્ષ રાજકીય સ્થળે બેઠક કરી શકે હીં.
 • સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત ઘરેથી પ્રસ્થાન માટે થઈ શકે છે.
 • જો કોઈ વ્યક્તિ અથવા પક્ષ આચાર સંહિતા નું ઉલ્લંઘન કરે છે, તો તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તેમને જેલ અથવા દંડ ભરવો પડશે

આચાર સંહિતાના ક્યારે અમલમાં આવે છે?

ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. દેશમાં લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે. જુદા જુદા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ જુદા જુદા સમયે યોજાય છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે.

આચાર સંહિતાના ક્યાં સુધી રહેશે?

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આચારસંહિતા અમલમાં રહેશે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે, દેશમાં આચારસંહિતા અમલમાં આવે છે અને મત ગણતરી સુધી ચાલુ રહે છે.

આચાર સંહિતા લાગુ થાય ત્યાર બાદ શું ન કરી શકાય

 • કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતા નથી.
 • કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે.
 • સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય.
 • ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે.
 • સરકારી ધન છે તે કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં નહીં વાપરી શકાય જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.
 • સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેર સરકારી ખર્ચે આપી શકાતી નથી.
 • સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હઠાવી દેવામાં આવશે.
 • ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે.
 • કોઈ પણ ધાર્મિકસ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં.

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttps://sec.gujarat.gov.in/
ઓફિસિયલ માહિતીઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

આદર્શ આચાર સંહિતાના મુખ્ય લક્ષણો શું છે ?

આદર્શ આચારસંહિતાના મુખ્ય લક્ષણો એ દર્શાવે છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને સત્તામાં રહેલા પક્ષોએ કેવું વર્તન કરવું જોઈએ એટલે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન, સભાઓ યોજવી, સરઘસો, મતદાન દિવસની પ્રવૃત્તિઓ અને સત્તામાં પક્ષની કામગીરી વગેરે. તેમનું સામાન્ય વર્તન કેવું હશે.

શું મતદાન મથક પર અથવા તેની નજીક સશસ્ત્ર જવા પર કોઈ પ્રતિબંધ છે?

આર્મ્સ એક્ટ 1959 માં વ્યાખ્યાયિત કરાયેલ કોઈપણ પ્રકારના હથિયારોથી સજ્જ કોઈપણ વ્યક્તિને મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના વિસ્તારમાં હથિયારો લઈ જવાની મંજૂરી નથી.

રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત ચૂંટણી પંચ ની ઓફિસિયલ વેબસાઇટ https://sec.gujarat.gov.in/

આચાર સંહિતા એટલે શું ?
આચાર સંહિતા એટલે શું ?

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending