Connect with us

SarkariYojna

વિદ્યાસહાયક ભરતી 2023 , છોટાઉદેપુર આશ્રમશાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

વિદ્યાસહાયક ભરતી 2023 , છોટાઉદેપુર આશ્રમશાળા ભરતી 2023 : વનવાસી સેવા પરીષદ ટ્રસ્ટ વિજળી સંચાલિત અને સરકારશ્રીના આદિજાતી વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત નીચે મુજબની છોટાઉદેપુર જીલ્લામાં આવેલ અનુદાનિત આશ્રમ શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી માટે મદદનીશ કમિશ્નર (આદિજાતી વિકાસ) છોટાઉદેપુરના પત્ર ક્ર્માંક જાન આવિ મક./આશા/N…/ ૨૦૨૨-૨૩/૧૧૫ થી ૧૧૮/૧૨૭થી ૧૩૦/૧૩૧ થી ૧૩૪/૧૩૫થી ૧૩૮/૧૩૯થી ૧૪૨ તા. ૧૫-૨-૨૦૨૩ દ્વારા આપેલ “ના વાંધા પ્રમાણપત્ર” અન્વયે ગુજરાતી માઘ્યમના વિદ્યાસહાયકોની ભરતી કરવાની છે, વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.

આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2023

સંસ્થાનું નામ આશ્રમશાળા જિ. છોટાઉદેપુર
આશ્રમશાળાનું નામશ્રી આદિવાસી આશ્રમ શાળા મુ. રંગપુર (સ) તા.જી. છોટાઉદેપુર
શ્રી આદિવાસી આશ્રમ શાળા મુ. ચિચબા તા. કવાંટ જી. છોટાઉદેપુર
શ્રી આદિવાસી આશ્રમ શાળા મુ. જસ્કી તા. નસવાડી જી. છોટાઉદેપુર
શ્રી આદિવાસી આશ્રમ શાળા મુ. વગુમાં તા. નસવાડી જી. છોટાઉદેપુર
પોસ્ટનું નામવિદ્યાસહાયક
કુલ જગ્યા06
છેલ્લી તારીખ10/03/2023
અરજી મોડરજીસ્ટર એ.ડી.થી

પોસ્ટનું નામ

  • વિદ્યાસહાયક

શૈક્ષણિક લાયકાત

  • લાયકાત :
    • એચ.એસ.સી./ પી.ટી.સી. ટેટ-૦૧ પાસ
    • બી.એસ.સી. બી.એડ/પી.ટી.સીટેટ-૦૨ પાસ
  • ઘોરણ : ૧ થી ૫ અને 6 થી 8
  • રીમાકર્સ : TET-1 પાસ & TET-2 પાસ
  • જાતિ : બિન અનામત (સ્ત્રી અનામત), સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ (સ્ત્રી અનામત), આર્થિક રીતે નબળા વર્ગ (સ્ત્રી અનામત)

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.

છોટાઉદેપુર આશ્રમશાળા ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  1. ઉમેદવારે ઉપરોકત લાયકાત સંદર્ભે જરૂરી તમામ પરિક્ષાઓ તથા રાજય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સબંધિત વિષય (લાગુ પડતો હોય તે)ની ટી.ઇ.ટી. ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈએ.
  2. શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે યુનિવસીટી ગ્રાન્ટસ કમિશન તથા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર અજયુકેશન દ્વારા માન્ય સંસ્થા માથી જ પાસ કરેલી હોવી જોઇએ
  3. અનામત જગ્યાઓ માટે જે-તે જાતીના ઉમેદવારે સક્ષમ અધિકારીશ્રી દ્વારા સબંધિત જાતી માટે અપાયેલ જાતીના પ્રમાણપત્રની નકલ તથા નોંધ-ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતુ હોયતો) સામેલ રાખવાના રહેશે. ઠરાવ મુજબ નીયત કરેલ અવધી બહારનું ઇશ્યુ થયેલ નોનક્રિમીલેયર પ્રમાણપત્ર બિડાણ કરેલ હશે તો અરજી રદ્ થવા પાત્ર ગણાશે.
  4. આર્થિક રીતે નબળા વર્ગની ઉમેદવારી કરનાર ઉમેદવારોએ ફરજીયાત EWS નું સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરેલ માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર અરજીમાં બીડવાનું રહેશે. ઠરાવ મુજબ નીયત કરેલ અવધી બહારનું ઈસ્યુ થયેલ પ્રમાણપત્ર બિડાણ કરેલ હશે તો અરજી રદ્ થવા પાત્ર ગણોશે.
  5. જે માર્કૉટમાં CGPA/CP//GRADE દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુર્નિવસીટી / કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્ઝન કરેલ પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે.
  6. સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કોમ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ
  7. જો ઉમેદવાર નીયત કરેલ લાયકાત/જાતી બહારની વિગતે નિયત કરેલ લાયકાતથી અધુરી વિગતે અને નિયત કરેલ સમય મર્યાદા બહાર અરજી રજુ કરેલ હશે તો મળેલ અરજી આપોઆપ રદ્ થયેલી ગણાશે.
  8. વચમર્યાદા સરકારશ્રીએ વખતોવખત ઠરાવ્યા મુજબની રહેશે તથા તેમના અનામત જગ્યા ઉપરના ઉમેદવારોને નિયમોનુંસાર છુટછાટ મળવાપાત્ર રહેશે
  9. ઉમેદવારે જે આશ્રમશાળા માટે અરજી કરી છે તેનો અરજીના હેડીંગમાં ફરજીયાત ઉલ્લેખ કરવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અવશ્ય લગાવવાનો રહેશે
  10. એક થી વધુ સરખી લાયકાત વાળી આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારની નોંધાવતા ઈચ્છુક ઉમેદવારે આશ્રીમ શાળાવાર અરજીમાં જે આશ્રમ શાળા માટે અરજી કરે છે તેનો કવર ઉપર અને અરજીમાં ફરજીયાત ઉલ્લેખ કરી અલગ-અલગ આશ્રમ શાળાવાર સંસ્થાને એકથી વધુ અરજી કરવાની રહેશે. જેની નોંધ લેવી. અન્યથા અરજી રદ્ પાત્ર ગણાશે.
  11. સરકારશ્રી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ/ કોર્પોરેશન / સંસ્થાના કર્મચારીએ નિમણુંક સત્તા અધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપાત્ર સાથે સામેલ કરવાનું રહેશે
  12. મહીલા કર્મચારીએ ગૃહ માતા અને પુરૂષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોય પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવું ફરજીયાત છે. તેઓને સંસ્થા તરફથી રહેઠાણની સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવશે. સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છુટા કરવામાં આવશે
  13. પગાર ધોરણ : સરકારશ્રી ફીકસ પગાર નિતીઅને આદિજાતી વિકાસ વિભાગે નિયત કરેલ નીતી અનુસાર પાંચ વર્ષ માટે ફીકસ પગારથી નિમણુંક આપવામાં આવશે સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગાર ધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે નિયમિતી નિમણુંક મળ્યાબાદ ઉમેદવારને સરકારશ્રીની નવવધિત પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર થશે. સેવા સંતોષ કારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એકમાસની નોટીસથી સેવાનો અંત લાવી શકાશે.
  14. પસંદગી અંગેની આખરી સત્તા જીલ્લા ભરતી પસંદગી સમીતીની રહેશે.
  15. જી.કક્ષાની પસંદગી સમીતી સરકારશ્રીએ નિયતર્યા મુજબની રહેશે. પસંદગી સમીતીએ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમીશ્નરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થા દ્વારા નિમણુંક આપવામાં આવશે.
  16. આદિજાતી વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતો વખત નિયત કરેલ શિક્ષણ વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે.

ઉપરોકત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ (જો વધારાની લાયકાત ધરાવતા હોય તો તે પણ) અરજી સાથે સામેલ રાખી તા. ૧૦-૩-૨૦૨૩ સુધીમાં નીચે દર્શાવેલ સંસ્થાના સરનામે મળી જાય તે રીતે ફકત RP.A.D. થી અરજી મોકલવાની રહેશે. ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ આદિજાતી વિકાસ અધિકારી (આશ્રમ શાળાની કચેરી, ડૉ. ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના મકાનમાં સરકારી દવાખાના કવાર્ટર પાછળ મુ.પો. તા. જી. છોટાઉદેપુરને મોકલી શકાશે

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

  • પ્રમુખશ્રી, વનવાસી સેવા પરિષદ ટ્રસ્ટ વિજળી મુ.પો. વિજળી તા. કવાંટ, જી. છોટાઉદેપુર-૩૯૧૧૭૦

છોટાઉદેપુર આશ્રમશાળા ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • 10/03/2023

છોટાઉદેપુર આશ્રમશાળા ભરતી 2023 મહત્વપૂર્ણ લિંક :

આશ્રમશાળામાં વિદ્યાસહાયક જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વિદ્યાસહાયક ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આશ્રમશાળા છોટાઉદેપુર ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2023 છે.

છોટાઉદેપુર આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે

છોટાઉદેપુર આશ્રમશાળા ભરતી 2023
છોટાઉદેપુર આશ્રમશાળા ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending