SarkariYojna
આધાર કાર્ડ હોલ્ડર ધ્યાન આપે / જાણકારી અપડેટ કરવામાં આવી રહી છે મુશ્કેલી તો આ હેલ્પલાઈન પર કરો કોલ, ત્વરિત આવશે નિકાલ
Aadhaar Card Helpline Number: ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે આધાર કાર્ડ (Aadhaar Card) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. કોઈપણ શાળા, કોલેજમાં પ્રવેશ મેળવવાથી માંડીને મુસાફરી કરવા, સરકારી યોજનાનો લાભ લેવા, બેંક એકાઉન્ટ ખોલવા (Bank Account), ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઈલ કરવા, મિલકત ખરીદવા વગેરે તમામ કામો માટે આધાર કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડ જારી કરતી સંસ્થા નાગરિકોને હંમેશા આધાર કાર્ડ અપડેટ રાખવાની સલાહ આપે છે. ઘણી વખત નાગરિકોને આધાર કાર્ડ અપડેટ કરાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં લોકોની મદદ માટે UIDAI એ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે.
UIDAI એ ટ્વીટ કરી આપી હેલ્પલાઈન નંબરની જાણકારી
તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આ વિશે માહિતી આપતા UIDAI એ જણાવ્યું કે આધાર અપડેટ કરવા માટે ફક્ત UIDAI ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો. આ સિવાય તમે mAadhaar એપ અને myAadhaarPortal દ્વારા પણ આધારમાં અપડેટ કરી શકો છો. તેની સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે જો વિગતો અપડેટ કરવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરી શકો છો. તે જ સમયે તમે h[email protected] પર મેઇલ કરીને સમસ્યાનું સમાધાન પણ મેળવી શકો છો.
આ પણ વાંચો : જમીન માપણી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી
1947 નંબર પર મળશે તમામ સુવિધાઓ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તેના હેલ્પલાઈન નંબરને સરળ બનાવવા માટે સ્વતંત્રતા વર્ષનો નંબર જાહેર કર્યો છે. તેનાથી લોકોને આ નંબર યાદ રાખવામાં મદદ મળે છે. આ નંબર 24*7 IVRS મોડમાં સક્રિય રહે છે. તે જ સમયે તમે સોમવારથી શનિવાર સુધી સવારે 7 થી 11 વાગ્યા સુધી કસ્ટમર કેર સાથે વાત કરી શકો છો. બીજી તરફ રવિવારે તમે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી વાત કરી શકો છો. આ નંબર દ્વારા તમે આધાર નંબર, આધાર કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં, પોસ્ટ ઓફિસમાંથી આધાર કાર્ડ ન મળવાના કિસ્સામાં આધાર કેન્દ્રની માહિતી સાથે અહીં ફરિયાદ નોંધાવી શકો છો.
આ પણ વાંચો : જમીન માપણી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી
આધાર કાર્ડમાં નામ અપડેટ કરવાની રીત
- આ કામ માટે સૌથી પહેલા આધારની સત્તાવાર વેબસાઈટ વિઝિટ કરો
- આગળ તમારે Proceed ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
- આગળ તમારી સામે પેજ ઓપન થશે જેમા 12 આંકડાનો આધાર નંબર દાખલ કરો
- તેના પછી આગળ Captcha પર ક્લિક કરી Send OTP પર ક્લિક કરો. પછી તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે જેને દાખલ કરો
- OTP ફિલ કરતા જ યુઝરની સામે એક પેજ ખુલશે. તેમા તમારું નામ, ઝેન્ડર, ડેટ ઓફ બર્થ વગેરે તમામ ડિટેલ્સ ફિલ કરો
- તેના પછી આગળ તમારે આધારમાં નામ અપડેટ કરવા માટે 50 રૂપિયા ફી ચુકવવી પડશે
- તેના પછી તમે નામ બદલી શકો છો. તેનો વેરિફિકેશન કોડ આવશે
- પછી કોડ દાખલ કરતા જ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in