તલાટી ફોર્મ અને પરીક્ષા ફી ભરવા માટેની તારીખ લંબાવામાં આવી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની “મહેસૂલ તલાટી” વર્ગ-૩ સંવર્ગ માટે તા:૨૪/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-00 કલાક) થી તા:૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
તલાટી ફોર્મ અને પરીક્ષા ફી ભરવા માટેની તારીખ લંબાવામાં આવી
સદરહું જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી Confirmed કરેલ છે, પરંતુ પરીક્ષા ફી ટેકનીકલ કે અન્ય કારણોસર ઓનલાઈન ભરેલ ન હોવાનું તેમજ અન્ય કારણોસર અરજી પણ ન કરી શકેલ હોવાનું મંડળના ધ્યાને આવેલ છે.
જેથી ઉમેદવારોના જાહેર હિતને ધ્યાનમાં લઇને ફરીથી ઓનલાઇન અરજીઓ અને જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોઇ તે ફરીથી ભરી શકે તે માટે મંડળે તા:૧૧/૦૬/૨૦૨૫ થી તા:૧૨/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર અરજીપત્રક ભરવા માટે સમય લંબાવામાં આવે છે તથા તા.૧૧/૦૬/૨૦૨૫ થી તા.૧૩/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧:૫૯ કલાક) સુધી પરીક્ષા ફી ભરી શકાશે.
વધુમાં, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર (નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ), આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે તા.૧૨/૦૬/૨૦૨૫ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવા વિનંતી.