પોલીસ મહાનિરીક્ષકથી મંદિપસિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.કે, પટેલ સાહેબ ભરૂચ વિભાગ ભરૂચ નાઓ તરફથી હાલમાં ચાલી રહેલ ભારત પાકીસ્તાન વચ્ચેના તણાવ અંગે કોઈ ખોટી ઉશ્કેરણી જનક માહીતી કે મેસેજ પસાર કરનાર ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ
ઝાડેશ્વર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરી મંદીરને ઉડાવી દેવાની ધમકી
જે અનુસંધાને આજરોજ પો.ઈન્સ.શ્રી એ.વી પાણમીયા નાઓને ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તથા ડીઝાસ્ટર કંટ્રોલ માંથી જાણ થયેલ કે એક ઈસમે મોબાઈલ ફોનથી માહીતી આપેલ કે આજરોજ રાત્રીના એક થી બે વાગ્યાના સમયગાળા દરમ્યાન ચાર વ્યક્તિઓ ઝાડેશ્વર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદીરને બોમ્બથી ઉડાવી દેવાના છે.જે મળેલ માહીતી આપારે 500 પો.ઈના થી એ.એ ચૌધરી તથા ભરૂચ શહેર “સી-ડીવી.પો.સ્ટે પો.ઈન્સ.શ્રી એ.વી.પાણમીયા નાઓના માર્ગદર્શન હેઠળ SOG શાખાના પોલીસ કર્મચારીઓ તથા ભરૂચ શહેર “સી- ડીવી.પી.સ્ટેના સર્વેલન્સ સ્કોડના પોલીસ કર્મચારીઓ તથા ભરૂચ બોમ્બ સ્કોડને શરૂચ સી-ડીવી પી.કસ્ટે ખાતે બોલાવી અલગ અલગ ટીમો બનાવી સ્વામીનારાયણ મંદીરની તેમજ માહીતી આપનાર વ્યક્તિની તપાસ હાથ ધરવામાં આવેલ.
ખોટી માહીતી આપનાર ઈસમને શોધી કાઢતી પોલીસ
તે દરમ્યાન ઉપરોક્ત ટીમના માણમો ભરૂચ કટ્રોલ રૂમ ખાતે પહોંચી મંદર વ્યક્તિની તપાસ કરતા તે ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે હોવાની હકીકત જાણવા મળતા સુંદર ઈસમને ત્યાથી પકડી પાડી ભરૂચ શહેર “સી’ડીવી.પી.સ્ટે ખાતે લાવી વધુ પુછપરછ કરતા જણાવેલ કે ‘મારા બંને ભાઈઓ મને મિલ્કતમાં ભાગ આપતા ન હોય તેમજ તેના બનેવી ખોટી રીતે હેરાન કરતા હોય જેથી તેઓ ઉપર પોલીસ કાર્યવાહી કરવા માટે મેં ભરૂચ કટ્રોલ રૂમમાં મારા મોબાઈલ ફોનથી રાત્રીના એક થી બે વાગ્યાના સમય ગાળા દરમ્યાન સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરવાના છે તે પ્રકારની મે ખોટી માહીતી આપેલ હોવાનું જણાવેલ તેમજ સ્વામીનારાયણ મંદીર ખાતે એંટી સબોર્ટેજની કાર્યવાહી કરતા બોમ્બ સબંધી કોઈ હકીકત જણાય આવેલ નથી સદર માહીતી ખોટી હોવાનું પોતે જાણતો હોવા છતા તેમજ આ પ્રકારનું કૃત્ય કરવાથી બીજા અન્ય કોઈ વ્યક્તિઓને હાની તથા ત્રાસ થાય તેમજ આ પ્રકારની માહીતી આપવાથી લોકોમાં ભય ગભરાટ પેદા થાય તેવી ખોટી માહીતી આપવા બદલ તેના વિરૂધ્ધ ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે ખાતે નીચેની વિગતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી નું નામ સરનામું
- તોસીફ આદમ પટેલ રહે. બી-૧૩ સફારી પાર્ક ન્યુ શાક માર્કેટ જંબુસર બાયપાસ તા.જી ભરૂચ
પ્રેસનોટ – ભરૂચ શહેર “સી” ડીવી.પો.સ્ટે.
