ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ તારીખ ૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે જાહેર કરવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ 2025
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ ૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે જાહેર કરવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ રીઝલ્ટ 2025 કેવી રીતે જાહેર થયું?
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તેમનું રીઝલ્ટ ચેક કરી શકે છે:
- સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો: www.gseb.org પર જાઓ.
- રિઝલ્ટ લિંક શોધો
- છ અંકનો સીટ નંબર દાખલ કરો.
- સબમિટ’ બટન પર ક્લિક કરો.
- GSEB પરિણામ 2025 સ્ક્રીન પર દેખાશે.
- પ્રિન્ટ આઉટ લો: ભવિષ્યના ઉપયોગ માટે રિઝલ્ટની પ્રિન્ટ આઉટ લઈ લો.