Public Info
7/12 ની નકલ online
7/12 ની નકલ online : રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના નાગરિકોને આજથી મહેસૂલી રેકોર્ડના નમુના નં.6, 7/12, 8-અ ઓન-લાઇન મળશે. ડિજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે.
7/12 ની નકલ online
નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ-સંસ્થા કરી શકશે. મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે.
આ પણ વાંચો :
ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે
ઈન્ટરનેટ પર AnyRoR અથવા i-ORA પોર્ટલ ચાલુ કરો
સૌ પ્રથમ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. ત્યાં ચોથા નંબર પર VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નીચે Select any one ( (કોઇ એક પસંદ કરો) એવુ લખેલું હશે. ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની વિગતો ખુલશે. આ વિગતોમાંથી જે પણ મહેસૂલી નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરો.
આ પણ વાંચો : ગુજરાતી કેલેન્ડર 2022
વિગત સિલેક્ટ કર્યા બાદ નીચે દેખાતી વિગતો ભરો
આપે વિગતોમાં 7/12 કે 8-અ ની વિગત સિલેક્ટ કરી હોય પછી નીચે જિલ્લો પસંદ કરો, બાદમાં તાલુકો પસંદ કરો, પછી ગામ સિલેક્ટ કરીને અને સરવે નંબર નાંખો. આ તમામ જરૂરી વિગતો ભર્યા બાદ નીચે કેપ્ચા કોર્ડ નાંખો. જેને ભર્યા બાદ Get record Detail પર ક્લિક કરવાથી આપને આપનો જરૂરી દસ્તાવેજ મળી જશે.
આ પણ વાંચો : માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2021
કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે
તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.
નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ
જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in