SarkariYojna
₹15000 ઓછી કિંમતના 5G સ્માર્ટફોન, વાંચો લેટેસ્ટ ફિચર્સ ની માહિતી
₹15000 ઓછી કિંમતના 5G સ્માર્ટફોન : પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે દેશમાં ગઈકાલે 5G ઈન્ટરનેટ સર્વિસનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ સર્વિસને તમે 5G સ્માર્ટફોનમાં જ યુઝ કરી શકશો. જો તમારી પાસે 5G સ્માર્ટફોન નથી તો આજે અમે તમને ₹15,000ના બજેટમાં આવતા ટોપ-5 5G સ્માર્ટફોન વિશે જણાવીશું. ચાલો જાણીએ આ યાદીમાં કયા-કયા સ્માર્ટફોનનો સમાવેશ થાય છે?

સેમસંગ ગેલેક્સી M13
સેમસંગ ગેલેક્સી M13 બે વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB+64GB વેરિઅન્ટ 11,999 રુપિયામાં અને 6GB+128GB વેરિઅન્ટ 13,999 રુપિયામાં મળી રહેશે. આ 3 કલર ઓપ્શનવાળા મોબાઈલમાં તમને 5000mAh બેટરી મળશે. તેમાં 50MP+2MP રિયર અને 5MPનો ફ્રન્ટ કેમેરો મળશે. 6.5 ઈંટની HD+ ડિસ્પ્લેવાળો આ મોબાઈલ OCTA CORE પ્રોસેસર પર કામ કરે છે.

આ પણ વાંચો : જમીન માપણી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી
રેડમી નોટ 10T
4 જુદા-જુદા કલર ઓપ્શનમાં મળી રહેતો રેડમી નોટ 10T તમને 2 વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB+64GB વેરિઅન્ટ 12,999 રુપિયામાં અને 6GB+128GB વેરિઅન્ટ 14,999 રુપિયામાં મળી રહેશે. આ સ્માર્ટફોનમાં તમને 48MP+2MP+2MPના ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે ફ્રન્ટમાં 8MPનો કેમેરો મળશે. આ ઉપરાંત તેમાં 6.5 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે, 18Wનું સુપરફાસ્ટ ચાર્જર અને 5,000 mAhની બેટરી પણ મળશે. આ સ્માર્ટફોનમાં પણ તમને OCTA CORE પ્રોસેસર મળશે.

પોકો M4 પ્રો
પોકો M4 પ્રો 5G સ્માર્ટફોન તમને ત્રણ જુદા-જુદા વેરિઅન્ટમાં મળી રહેશે. તેમાં 33Wનું ફાસ્ટ ચાર્જર અને 5000mAhની બેટરી પણ મળશે. 4GB+64GB વેરિઅન્ટ 14,999 રુપિયામાં, 6GB+128GB વેરિઅન્ટ 16,999 રુપિયા અને 8GB+128GB વેરિઅન્ટ 18,999 રુપિયામાં ખરીદી શકશો. 50MP+8MPના ડ્યુઅલ રિયર કેમેરા સાથે 16MPનો ફ્રન્ટ કેમેરો મળશે. 6.6 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લેવાળો આ સ્માર્ટફોન 810 OCTA CORE પ્રોસેસર પર કામ કરશે.

આ પણ વાંચો – તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?
રિયલમી નારઝો 30
આ સ્માર્ટફોન બે જુદા-જુદા વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB+64GB વેરિઅન્ટના 14,999 રુપિયા અને 6GB+128GB વેરિઅન્ટ 16,999માં વેચાઈ રહ્યો છે. તેમાં 6.5 ઈંચ ફુલ HD+ ડિસ્પ્લેની સાથે 5000mAhની બેટરી મળશે. 48MP+2MP+2MPના ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે 16MPનો ફ્રન્ટ કેમેરો મળશે. આ સ્માર્ટફોન પણ OCTA CORE પ્રોસેસર પર કામ કરશે.

મોટો G51
આ સ્માર્ટફોન 4GB RAM અને 64GB ઈન્ટરલ સ્ટોરેજ વેરિઅન્ટવાળા મોડલની કિંમત 12,999 રુપિયા છે. 20Wના રેપિડ ચાર્જર સાથે 5000mAhની બેટરીથી મોબાઈલ સિંગલ ચાર્જમાં 30 કલાક ચાલશે. તેમાં 6.8 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે. 50MP+8MP+2MPના ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે 13MPનો ફ્રન્ટ કેમેરો પણ મળી રહેશે.

Source : www. divyabhaskar. co. in
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in