SarkariYojna
PM મોદીએ 5G સર્વિસ લોન્ચ કરી, આ 8 શહેરમાં આજથી 5G સર્વિસ
PM મોદીએ 5G સર્વિસ લોન્ચ કરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબર શનિવારના રોજ 5G સર્વિસ લોન્ચ કરી છે. ભારતને નવી ભેટ મળી છે. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ લોન્ચ કરી છે. આની શરૂઆત એરટેલ વારાણસીથી અને જિયો અમદાવાદના એક ગામથી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. 5G સર્વિસ લોન્ચ કરતાં ભારત ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ્યું છે.
આજથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ટેલિકોમ ઉદ્યોગની એક ઈવેન્ટ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિ શરૂ થઈ રહી છે, જે 4 દિવસ સુધી ચાલશે. આ ઈવેન્ટમાં પીએમ મોદીએ 5જી સર્વિસ લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી, સુનીલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી હતી.

મુકેશ અંબાણીએ કહ્યું- 5G ડિજિટલ કામધેનુ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે 5G ડિજિટલ કામધેનુ છે. આ ટેક્નોલોજી ભારતીયોના જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ લાવશે. આનાથી સારી આરોગ્ય સેવા પૂરી પાડવાનું શક્ય બનશે. અંબાણીએ કહ્યું હતું કે Jio દ્વારા ડિસેમ્બર સુધીમાં દેશના દરેક ખૂણે 5G સેવા પહોંચાડવામાં આવશે. જ્યારે ભારતી-એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે દિલ્હી, મુંબઈ અને વારાણસી સહિત દેશનાં આઠ શહેરમાં આજથી 5G સેવા પૂરી પાડવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના 2022 , ફોર્મની માહિતી માટે અહીં ક્લિક કરો
પ્રથમ તબક્કામાં 13 શહેરમાં સર્વિસ ઉપલબ્ધ થશે
ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું હતું કે 13 શહેરમાં રહેતા યુઝર્સને સૌથી પહેલા 5G સર્વિસનો લાભ મળશે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ચંદીગઢ, બેંગલુરુ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનઉ, પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગર સામેલ છે. આ શહેરો બાદ વર્ષના અંત સુધીમાં અન્ય મોટાં શહેરોમાં પણ 5G સર્વિસ સાથે જોડાયેલ નેટવર્ક તૈયાર થઈ જશે અને યુઝર્સને એનો લાભ મળશે.
ગુજરાત માં Jio અને Airtel 5G શરૂ કરશે
રિલાયન્સ અને એરટેલે પણ ઑક્ટોબરમાં 5G સેવાઓ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. હજુ પણ આ અંગે વોડાફોન દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રિલાયન્સે દિવાળી દરમિયાન દેશના મોટા મહાનગરોમાં 5G સેવાઓ અને 2023ના અંત સુધીમાં દેશના તમામ મોટા અને નાના મહાનગરોમાં 5G સેવાઓ શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી. એરટેલે 5Gના સફળ ટ્રાયલ પણ હાથ ધર્યા છે અને તે ઓક્ટોબરમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. . ટેલિકોમ કંપનીઓ અનુસાર, 5G સર્વિસનો ફાયદો ફક્ત 4G સિમથી જ થઈ શકે છે. તેથી મહેમાનોએ 5G સેવા મેળવવા માટે સિમ કે ફોન બદલવાની જરૂર નહીં પડે. 4G સેવા પ્રદાન કરવામાં સક્ષમ મોટાભાગના ફોનમાં 5G સેવા પણ ઉપલબ્ધ હશે
આ પણ વાંચો : જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા, જુઓ સંપૂર્ણ માહિતી
5G: નવી ટેક્નોલોજી, નવો પ્રોબ્લેમ
અત્યારે આપણા સ્માર્ટફોનમાં જે સેલ્યુલર બ્રોડબેન્ડ નેટવર્ક આવી રહ્યું છે એ 4G યાને કે ફોર્થ જનરેશન એટલે કે ચોથી પેઢીનું છે. મોબાઇલ કમ્યુનિકેશન્સની દરેક નવી જનરેશન સામાન્ય રીતે દર 10 વર્ષે બદલાય છે. દરેક નવી પેઢી વધુ મોટા અને પહોળા ફ્રિક્વન્સી બેન્ડનો ઉપયોગ કરે છે અને એટલે જ વધુ માહિતીનું વહન કરી શકે છે. 4G કરતાં 5G ટેક્નોલોજી એકસાથે 100 ગણા વધારે યુઝર્સને એકસાથે સર્વિસ પૂરી પાડી શકે છે. 5G સર્વિસનું ઇન્ટરનેટ પણ 50 Mbpsથી 1,000 Mbpsની ગંજાવર સ્પીડ આપે છે.

કોને મળશે 5G સેવા?
5G નો ઉપયોગ કરવા માટે તમારે અત્યારે નવા સિમ કાર્ડની જરૂર નથી. તમે ફક્ત તમારા જૂના સિમ પર જ નવી સેવાનો ઉપયોગ કરી શકશો. જોકે આ માટે તમારા ફોનમાં 5G સપોર્ટ હોવો જરૂરી છે. માત્ર 5G સપોર્ટ જ નહીં, તેના પર એ બેન્ડ્સ હોવા પણ જરૂરી છે, જેના પર સેવા ઉપલબ્ધ થશે.
ભારતમાં લોન્ચ કરાયેલા ઘણા મોબાઈલ 5G સ્પેક્ટ્રમ હરાજી પહેલાંના છે. આ સ્થિતિમાં તમારે તમારો ફોન ચેક કરવો જોઈએ કે તમારા ફોનમાં કયા- કયા બેન્ડ ઉપલબ્ધ છે અને કયા બેન્ડ પર તમારા ઓપરેટર સેવા આપશે.
5G શરૂ થવાથી કયા કયા ફાયદા થશે?
- પહેલો ફાયદો એ થશે કે યુઝર્સ ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
- વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે.
- વીડિયો વિના બફરિંગ અથવા બંધ કર્યા વિના સ્ટ્રીમ કરી શકશે.
- ઈન્ટરનેટ કૉલ્સમાં અવાજ અટક્યા વિના સ્પષ્ટ રીતે આવશે.
- 2 GB મૂવી 10થી 20 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.
- કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.
- મેટ્રો અને ડ્રાઇવર વિનાનાં વાહનો ચલાવવામાં સરળતા રહેશે.
- વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટ્સનો ઉપયોગ કરવો સરળ બનશે.
આ પણ વાંચો- ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી
5G આવવાથી કામ સરળ બનશે
5G ઈન્ટરનેટ સેવાની શરૂઆત સાથે ભારતમાં ઘણુંબધું બદલાવાનું છે. આ માત્ર લોકોનાં કામને સરળ બનાવાશે નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ થશે. એરિક્સનની કંપની 5G માટે કામ કરે છે, તેનું એવું માનવું છે કે 5 વર્ષમાં ભારતમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ યુઝર હશે.
Source : Divyabhaskar Com
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in