google news

29 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

29 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 29/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 29/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 29/07/2022

29 July School Quiz Bank Question No. 1 To 125

  • 1. પ્રાણીઓની વિષ્ટા(મળ-મૂત્ર ) અને અન્ય સેન્દ્રિય કચરાનું પાચન (ડાઈઝેશન) કરી વાયુ સ્વરૂપે મેળવાતું સ્વચ્છ અને સસ્તું બળતણ કયું છે ?
  • 2. નવી શિક્ષણ નીતિ (NEP) ક્યારે સુધારાઈ?
  • 3. ગુજરાતમાં સૌથી મોટું ખનીજ ક્ષેત્ર ક્યાં આવેલું છે ?
  • 4. કેન્દ્રીય બજેટ કયા મહિનાના પ્રથમ કાર્યકારી દિવસે સંસદમાં રજૂ કરવામાં આવે છે ?
  • 5. તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે ?
  • 6. ‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો’ રચના કયા કવિની છે ?
  • 7. ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભવના નામ ઉપરથી છે ?
  • 8. ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું ?
  • 9. ઐતિહાસિક સ્થળ ‘ધોળાવીરા’ કયા જિલ્લામાં આવેલ છે ?
  • 10. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો ?
  • 11. ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ?
  • 12. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
  • 13. હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું ?
  • 14. અશોકનો શિલાલેખ ગુજરાતના કયા શહેરમાં આવેલ છે ?
  • 15. ‘વીરાંજલિ વન’ ક્યાં આવેલું છે ?
  • 16. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા તરીકે’ ઓળખાય છે ?
  • 17. ગિરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે ?
  • 18. ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ?
  • 19. ‘ISRO’નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
  • 20. ગુલમર્ગ ગિરિમથક કયા આવેલું છે ?
  • 21. ભારતમાં વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ કયો હોય છે ?
  • 22. ભારતમાં ‘વિજય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 23. હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
  • 24. ફૂટવેર અને ચામડાનાં વસ્ત્રોના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ બીજા ક્રમે છે?
  • 25. ખાદી કારીગરો માટેની વર્ક-શેડ યોજના માટે કોણ અરજી કરી શકે છે ?
  • 26. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
  • 27. ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ?
  • 28. નીતિપંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે?
  • 29. ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા કઈ છે?
  • 30. ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું ?
  • 31. ગુજરાતમાં વૃદ્ધ લોકો માટે મનોરંજનના સાધનો, ચાલવા માટેના ટ્રેક અને અન્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
  • 32. વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે ‘ઓપરેશન માય સહેલી’ લોંચ થયું ?
  • 33. ૬-માર્ગીય (6-લેન) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  • 34. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરિક કોણ હતા?
  • 35. ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
  • 36. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ છે ?
  • 37. પૃથ્વીની સપાટી પર જલાવરણનો આશરે કેટલા ટકા ભાગ છે ?
  • 38. થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે ?
  • 39. તુલશીશ્યામ નામનું સ્થળ શાના માટે પ્રખ્યાત છે ?
  • 40. ભદ્રા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
  • 41. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
  • 42. ભારત સંઘમાં વિલીનીકરણ માટે ગુજરાતના કયા દેશી રજવાડા માટે આરઝી હકૂમત રચાઈ હતી?
  • 43. 1857ના વિપ્લવનું પ્રતીક શું હતું?
  • 44. ‘આમુક્તમાલ્વદ’ ગ્રંથની રચના વિજયનગરના કયા શાસકે કરી હતી?
  • 45. ‘રાજતરંગિણી’ ગ્રંથના લેખકનું નામ જણાવો.
  • 46. નીચેનામાંથી કઈ નદી ભારતની સૌથી લાંબી નદી છે ?
  • 47. નીચેનામાંથી કઈ નદી પ્રણાલીએ ‘જોગ’ ધોધ બનાવે છે?
  • 48. કર્ણાટકમાં આવેલો ‘કૃષ્ણ રાજા સાગર’ બંધ નીચેની કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
  • 49. નીચેનામાંથી કઈ નદી ગંગાની સૌથી લાંબી ઉપનદી છે ?
  • 50. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીને કઈ નદી અલગ કરે છે ?
  • 51. સાબરમતી નદી કયા સમુદ્રને મળે છે ?
  • 52. ‘નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ કોન્ટેસ્ટ’ સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
  • 53. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ હતી ?
  • 54. ચેસબોર્સમાં કેટલાં ચોરસ હોય છે ?
  • 55. એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતો ?
  • 56. પ્રથમ ફિફા વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો ?
  • 57. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ?
  • 58. પેશન ફ્રૂટ કયા ખનિજથી ભરપૂર હોય છે ?
  • 59. માનવ મગજના કયા ભાગને ભાવનાત્મક મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
  • 60. ભારતના રાષ્ટ્રીય પશુનું નામ શું છે ?
  • 61. ગુજરાતમાં રાજ્યસભાની કુલ સંખ્યા કેટલી છે ?
  • 62. હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ હોય છે ?
  • 63. UPSCના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
  • 64. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  • 65. અગાઉના સમયમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત અમદાવાદ શહેરને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
  • 66. નીચેનામાંથી કયા ભાગમા પર્યાવરણના બિન-જીવંત ઘટકોમાં ભૂમિસ્વરૂપો, આબોહવા, જળાશયો, તાપમાન, ભેજ, હવા વગેરેનો સમાવેશ થાય છે ?
  • 67. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીના નિર્માતા કોણ છે ?
  • 68. મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં નીચેનામાંથી કઈ વસ્તુ શોધાઈ હતી ?
  • 69. હિમોગ્લોબિનમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ?
  • 70. આપણી કિડનીની ઉપર આવેલ ગ્રંથિ કઈ છે ?
  • 71. નીચેનામાંથી કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે ?
  • 72. બાયોલોજીની નીચેનામાંથી કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંબંધિત છે?
  • 73. જીવવિજ્ઞાનમાં ADHનું પૂરું નામ શું છે ?
  • 74. પાણીની કઠિનતા દૂર કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરી શકાય છે?
  • 75. ભારત સરકારે ભારત રત્ન પુરસ્કાર માટે ‘માનવ પ્રયાસના કોઈ પણ ક્ષેત્ર’ને સામેલ કરવાના માપદંડનો વિસ્તાર ક્યારથી કર્યો ?
  • 76. કયા ઉદ્યોગપતિને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
  • 77. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 78. ઈન્દિરા ગાંધીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 79. જે.આર.ડી. ટાટાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 80. ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
  • 81. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
  • 82. ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 83. ‘સુશાસન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 84. શ્રીમતી સરોજિની નાયડુની સ્મૃતિમાં ભારતમાં 13મી ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
  • 85. હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
  • 86. ભારતમાં ‘CRPF સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 87. ભારતમાં ‘BSF (બી. એસ. એફ) સ્થાપના દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
  • 88. 6 સપ્ટેમ્બર, 2021નાં રોજ 5 વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર તથા આસામ રાજ્ય સરકારની વચ્ચે કયો શાંતિ કરાર થયો હતો?
  • 89. ઓરંગ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?
  • 90. સૌથી વધુ આઈ.પી.એલ. મેચ કઈ ટીમે જીતી છે ?
  • 91. દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ 2022’ ક્યારે મનાવવામાં આવે છે ?
  • 92. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાન્યુઆરી 2016માં પસંદ કરાયેલાં 20 શહેરોમાં અમદાવાદ શહેર ક્યા ક્રમે છે ?
  • 93. આઇપીએલ-2022માં ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન કોણ હતો?
  • 94. નીચેનામાંથી કયા રેલવે સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ પોડ હોટેલનું ઉદ્ઘાટન નવેમ્બર 2021માં કરવામાં આવ્યું હતું ?
  • 95. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા શાળાનાં બાળકો માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો ?
  • 96. ગુજરાતી સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન કોના પ્રમુખસ્થાને યોજાયું હતું ?
  • 97. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદેશીને ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ?
  • 98. નીતિ આયોગની SATHની પહેલનું પૂર્ણ સ્વરૂપ શું છે?
  • 99. એલ.સી.એ તેજસ ફાઇટર એરક્રાફ્ટનું નવીનતમ સંસ્કરણ કયું છે જે 2023-2024 સુધીમાં IAFમાં સામેલ થવા જઈ રહ્યું છે?
  • 100. અગ્નિ-5 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે?
  • 101. iORA પોર્ટલ ઉપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલ બોજા પ્રમાણપત્રનો લાભ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા લોકોએ લીધો છે?
  • 102. સુજલામ સુફલામ જલ અભિયાન હેઠળ વર્ષ 2022માં ગુજરાતના કેટલાં તળાવો ઊંડા કરવામાં આવ્યાં છે ?
  • 103. એવી દુનિયાનું નિર્માણ કરવું કે જ્યાં વિશ્વની ઊર્જા અને પાણીની જરૂરિયાતો ટકાઉ હાઇડ્રોપાવર દ્વારા પૂરી પાડવામાં આવે એ કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઉદ્દેશ્ય છે?
  • 104. રાજકોટ જિલ્લાના વીરપુરના સંતનું નામ શું છે?
  • 105. નીચેનામાંથી કયો કિલ્લો ‘કતારગઢ’ તરીકે ઓળખાય છે?
  • 106. બોઘલી બિહુ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  • 107. રથયાત્રા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
  • 108. કયું રાજ્ય દર વર્ષે ‘રણ ઉત્સવ’નું આયોજન કરે છે?
  • 109. રાણકપુર જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે?
  • 110. ઉત્તરાખંડના કયા જિલ્લામાં તુંગનાથ મંદિર આવેલું છે?
  • 111. આદિ શંકરાચાર્યએ બદ્રીકાશ્રમમાં કયા મઠની સ્થાપના કરી હતી ?
  • 112. ‘ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ’ (ઈસ્કોન)ના સ્થાપક કોણ છે?
  • 113. ‘ભારતીય બિસ્માર્ક’ તરીકે કોણ ઓળખાય છે ?
  • 114. કિંગશુક નાગ દ્વારા લખાયેલ નરેન્દ્ર મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે?
  • 115. આ શ્રેણી જુઓ: 53, 53, 40, 40, 27, 27, … આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?
  • 116. કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ભાષા સમજે છે?
  • 117. માઈક્રોસોફ્ટ વર્ડ, માઈક્રોસોફ્ટ એક્સેલ અને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ કયા સોફ્ટવેર પેકેજનો ભાગ છે?
  • 118. સીપીયુનો કયો વિભાગ ગાણિતિક કામગીરી કરવા માટે જવાબદાર છે ?
  • 119. કમ્પ્યુટર ચિપ્સમાં નીચેનામાંથી કયું પ્રાકૃતિક તત્ત્વ પ્રાથમિક તત્ત્વ છે ?
  • 120. ગુજરાતમાં અશોકના શિલાલેખ ક્યાં આવેલા છે ?
  • 121. 18મી સદીની શરૂઆતમાં બનેલું જંતર-મંતર ક્યાં આવેલું છે ?
  • 122. ગુજરાતનું પ્રથમ પ્રાગ ઐતિહાસિક સર્વેક્ષણ કોણે હાથ ધર્યું ?
  • 123. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ ક્યાં આવેલું છે?
  • 124. ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
  • 125. ઇસરોના કયા સેન્ટર દ્વારા PSLV-C53 મિશન અંતર્ગત સિંગાપોર માટે ત્રણ ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 29 જુલાઈ 2022

29 July Collage Quiz Bank Question No. 1 To 125

  • 1. ભારતમાં છેલ્લાં 8 વર્ષમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ અંદાજે કુલ કેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે ?
  • 2. પ્રગતિ સેતુ યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 3. ખેડૂતોને ગાય ઉછેર યોજનામાં દરેક ગાય માટે કેટલી સહાય મળે છે ?
  • 4. चलो गाय की और….चलो गाव की और….चलो प्रकृति की और….કઈ સરકારી સંસ્થાનું વિઝન છે ?
  • 5. ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
  • 6. ગુજરાત સરકારના ગુજકોસ્ટ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ક્ષમતાનિર્માણ માટે કઈ વિશેષ સુવિધા વિકસાવવામાં આવી છે ?
  • 7. ગુજરાત સરકાર દ્વારા જવારલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિષયમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને કઈ ડિગ્રીના કોર્સ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
  • 8. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ?
  • 9. ગુજરાત સરકાર દ્વારા 1998-99 થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?
  • 10. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?
  • 11. DIETનું પૂરું નામ શું છે ?
  • 12. સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે ?
  • 13. ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ?
  • 14. ગુજરાત સોલર પાવર પોલિસી 2021નાં લક્ષ્યો કયા વર્ષ સુધી પૂરાં કરવાનાં રહેશે ?
  • 15. સૂર્ય ઊર્જા પ્રૉજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 16. જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
  • 17. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધાત્રી-સગર્ભા માતાને કેટલા દિવસ સુધી વિના મૂલ્યે રાશન આપવાની જાહેરાત થઈ છે ?
  • 18. ગુજરાતમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?
  • 19. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવાર કેટલા વર્ષ સુધી ફરજ બજાવી શકશે ?
  • 20. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવકોને એવોર્ડ આપવાની યોજના અમલમાં છે, આ એવોર્ડની રકમ કેટલી છે ?
  • 21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
  • 22. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલાં રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે ?
  • 23. કયા દિવસને ‘વિશ્વ રંગભૂમિ દિન’ તરીકે ઓળખવામાં આવે છે ?
  • 24. હિંદુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ભરાય છે ?
  • 25. મધ્યાહ્ન ભોજન યોજનાના ભાગ રૂપે ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI) દ્વારા મંજૂર કરાયેલ કઈ ખાદ્યસામગ્રી પીરસવામાં આવે છે ?
  • 26. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)નો ઉદ્દેશ દેશમાં શેના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ?
  • 27. ‘અશ્રુઘર’ નવલકથાના લેખકનું નામ શું છે ?
  • 28. મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે કયા નામથી ઓળખાય છે ?
  • 29. ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ?
  • 30. ગિરનારનો શિલાલેખ કોણે શોધેલ ?
  • 31. ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ?
  • 32. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું ?
  • 33. ફિલ્મઅભિનય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં ?
  • 34. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષ જ્યાં મળી આવેલ છે તે લાખા બાવળ હાલમાં કયા જિલ્લામાં છે ?
  • 35. આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે ?
  • 36. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઈ ?
  • 37. ‘મહાગુજરાત’ નામ કોણે આપેલું હતું ?
  • 38. ગુજરાતના નળ કાંઠાના પઢારોમાં કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
  • 39. ‘સ્મરણયાત્રા’ કોની આત્મકથા છે ?
  • 40. ઝવેરચંદ મેઘાણીનો કયો કાવ્યસંગ્રહ ગાંધીવિષયક કાવ્યનો છે ?
  • 41. નર્મદે કઈ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી ?
  • 42. ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફ ઉપનામથી કોણે સર્જન કર્યું છે ?
  • 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં ચંદ્રગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
  • 44. ફિકસ રિલિજિયોસા (પીપળો) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
  • 45. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
  • 46. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ૧ હેક્ટરમાં કેટલા રોપાની મર્યાદામાં સરકારશ્રી (વન વિભાગ) દ્વારા રોપ વાવેતર કરી આપવામાં આવે છે ?
  • 47. ‘પુનિત વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 48. કસવિહોણી ખેતજમીનમાં વૃક્ષવાવેતરની યોજના હેઠળ કેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવે છે ?
  • 49. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના દ્વિઅંગી જોવા મળે છે ?
  • 50. ભારતમાં ભયના આરે (Endangered-E) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
  • 51. ભારતીય વનસર્વેક્ષણ (Forest Survey of India) સંસ્થાએ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારનાં (Scrub Forest) વનો છે ?
  • 52. ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 53. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલ છે ?
  • 54. POSDCORB શબ્દ કયા વિદ્વાને આપ્યો છે ?
  • 55. કયા કાર્યક્રમનો હેતુ ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન સંલગ્ન અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો છે ?
  • 56. ‘આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો’ યોજના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ?
  • 57. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પાટણની રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં થયો હતો ?
  • 58. ગુજરાતનાં સરહદી વિસ્તારમાં બોર્ડર વિંગ હોમગાર્ડઝની કેટલી બટાલિયનો કાર્યરત છે ?
  • 59. ભારત કેટલા પાડોશી દેશો સાથે તેની જમીની સરહદ વહેંચે છે ?
  • 60. ગુજરાત રાજ્યમાં મહિલાજેલ ક્યાં આવેલ છે ?
  • 61. ‘MA (મા) યોજના’ હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
  • 62. આયુષ મંત્રાલયની રચના કયા વર્ષમાં થઈ હતી ?
  • 63. ‘નિરામય ગુજરાત યોજના’નો લાભ કેટલા લોકો મેળવી શકશે ?
  • 64. ‘ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022’નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
  • 65. ‘રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન’ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
  • 66. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
  • 67. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ, ઉત્પાદન વિકાસ, માર્કેટિંગ અને વ્યાવસાયિક સહાય માટે સ્ટાર્ટ-અપ્સ કેટલો સીડ સપોર્ટ મેળવી શકે છે ?
  • 68. ભારતમાં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ FERAનું સ્થાન કયા કાયદાએ લીધું ?
  • 69. વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે ?
  • 70. કઈ યોજના હેઠળ કુટીર ઉદ્યોગોના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા કાચો માલ ખરીદવા માટે નાણાકીય સહાય મળે છે ?
  • 71. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
  • 72. પસંદ કરેલ યાત્રાસ્થળોના સંકલિત અને સર્વગ્રાહી વિકાસ માટે નીચેનામાંથી કઈ નીતિ છે ?
  • 73. લઘુ / સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને બિન-કૃષિ ક્ષેત્રના વ્યક્તિઓને કોલેટરલ ફ્રી લોન આપવા માટે કઈ યોજના અમલમાં છે ?
  • 74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૦ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?
  • 75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લગ્નતારીખથી કેટલી સમયમર્યાદામાં અરજી કરવાની હોય છે ?
  • 76. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 77. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીના બાળકોને ટેબલેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
  • 78. ગુજરાત સરકાર દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 79. ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે ક્યા અધિનિયમે કૉલેજિયમ સિસ્ટમને બદલી છે ?
  • 80. વાણિજ્યિક વિવાદોની પેન્ડન્સી ઘટાડવા માટે કયો નવો કોર્ટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો ?
  • 81. બિલ્ડિંગ માટે અગ્નિસલામતીની મંજૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?
  • 82. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
  • 83. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે ?
  • 84. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ દેશમાં કન્યાના વિકાસ માટે છે ?
  • 85. કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?
  • 86. ગામ નમૂના નંબર 1 (અ)માં શેનો સમાવેશ હોય છે ?
  • 87. અર્બન વર્ષ 2005 કોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું ?
  • 88. કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?
  • 89. કયા દરિયાઈ પ્રાણીને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
  • 90. ‘અટલ ભુજલ યોજના’ હેઠળ ગુજરાતના કેટલાં ગામડાંઓને લાભ મળવાપાત્ર છે ?
  • 91. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?
  • 92. નર્મદા યોજના ગુજરાતનાં કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?
  • 93. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
  • 94. નીચેનામાંથી 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડતા રાજ્યો કયા છે ?
  • 95. ગુજરાતમાં 5000ની વસતી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 96. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 97. સખી મંડળના સભ્યોનો ટકાઉ આજીવિકા વિકાસ, ક્ષમતાવર્ધન અને કૌશલ્યવર્ધન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
  • 98. ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલની શરૂઆત કયા વિભાગ અંતર્ગત કરવામાં આવી છે ?
  • 99. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (NPP)નો સાગરમાલા પ્રૉજેક્ટ દરિયાકિનારાના કેટલા કિલોમીટર સુધીના વિકાસ માટે છે ?
  • 100. મુખ્ય બંદરો પર MSDE ના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર હેઠળ કયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે ?
  • 101. 2022માં યોજાયેલ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ કોના પ્રચાર માટે યોજવામાં આવેલ હતી ?
  • 102. કેન્દ્ર સરકારે જૂન 2022માં ગુજરાતમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રૉજેક્ટને મંજૂરી આપી હતી ?
  • 103. ભારતમાં સૌથી વધુ ‘વર્લ્ડ હેરિટેજ’ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે ?
  • 104. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી લાંબી હાઈવે સુરંગ કઈ છે ?
  • 105. પીએમ- ડિવાઈન (PMDevINE)નું પૂરું નામ શું છે ?
  • 106. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રૉજેક્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો ?
  • 107. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય (6-લેન) ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?
  • 108. ગિરનાર પર્વત પર યાત્રાળુઓ માટે શરૂ કરવામાં આવેલ રોપ-વેની લંબાઈ કેટલી છે ?
  • 109. કોના ઉદ્દેશ દિવ્યાંગજનોનું સક્ષમ સશક્તિકરણ કરવાના , સમાન તકોની અનુભૂતિ કરાવવા, તેમને માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણૂક માટેની પ્રક્રિયાઓ વિકસિત કરવાનો છે ?
  • 110. ભારતની બાળ દત્તક એજન્સીને શું કહેવામાં આવે છે ?
  • 111. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?
  • 112. સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા કયા છે ?
  • 113. માનવગરિમા યોજના અંતર્ગત લાભ લેવા ઇચ્છતા ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જનજાતિના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  • 114. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
  • 115. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તબીબી સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે?
  • 116. એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે ?
  • 117. સખી વન સ્ટોપ સેન્ટર દરેક જિલ્લામાં કયા સ્થળે કાર્યરત છે ?
  • 118. કન્યા માટેની પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશીપનો લાભ કઈ વિદ્યાર્થીનીઓ લઈ શકે છે ?
  • 119. મુનિ મેતરજ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
  • 120. ફ્રી શીપ કાર્ડ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા કઈ છે ?
  • 121. બાયસેગ દ્વારા 3થી 6 વર્ષનાં બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
  • 122. ‘જનની સુરક્ષા યોજના’નો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો હોય છે ?
  • 123. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’ અંતર્ગત કુલ કેટલી રકમ સહાયરૂપે બેંક ખાતામાં જમા થાય છે ?
  • 124. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?
  • 125. ‘આજીવિકા યોજના’ હેઠળ ગરીબ કુટુંબના ઉત્થાન માટે નાના-મોટા ધંધા કરવા માટે વ્યક્તિગત કેટલા લાખની લોન બેંક દ્વારા આપવામાં આવે છે ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Disclaimerઅહીં મુકવામાં આવેલ તમામ પ્રશ્નો ઓફિશ્યિલ વેબસાઈટ પરથી લીધેલ છે , આ પ્રશ્નો તમારી જાણ માટે મુકવા માં આવેલ છે
Source : https://quiz.g3q.co.in/quizbank

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 29 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

29 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
29 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો