google news

19 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

19 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 19/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 19/08/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 19/08/2022

19 August School Quiz Bank Question No. 1 To 125

 • 1. બી.પી.એલ. કાર્ડ ધરાવતા આર્થિક નબળા કૃષિ કામદારો માટે કઈ યોજના છે ?
 • 2. ગુજરાતમાં સુમુલ ડેરી ક્યાં આવેલી છે ?
 • 3. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ‘ટેબ્લેટ આસિસ્ટન્સ’ મેળવવા માટે અરજી કરી શકશે ?
 • 4. ગુજરાત સરકારની કઈ યોજના ગુજરાત રાજ્યના નિવાસી બિનઅનામત વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં સ્થિત IIT/IIM/NIFT/NID/IRMA ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લોન લેવાની મંજૂરી આપે છે ?
 • 5. શૈક્ષણિક કાર્યક્રમો માટે ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વંદે ગુજરાતની કઈ ચેનલ ઉપયોગી છે ?
 • 6. ‘ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજનાની જાહેરાત કોણે કરી હતી ?
 • 7. નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો નૅશનલ ડૉમેસ્ટિક લાઇટિંગ પ્રોગ્રામ છે ?
 • 8. CPSMSનું બદલાયેલું નામ શું છે ?
 • 9. ભારતમાં નીચેનામાંથી કયો ડિજિટલ વ્યવહાર નથી ?
 • 10. ગુજરાતમાં જનતા અને રાજ્યના યોગદાન દ્વારા ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વતનપ્રેમ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી ?
 • 11. સપ્તક એન્યુઅલ ફેસ્ટિવલ ઑફ મ્યુઝિક એ વાર્ષિક કેટલાં દિવસીય ભારતીય શાસ્ત્રીય સંગીત મહોત્સવ છે ?
 • 12. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે ?
 • 13. ખંભાત શાના માટે પ્રખ્યાત છે ?
 • 14. યુનેસ્કોની વલ્ડૅ હેરિટેજ સાઈટમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાતી સ્થળ નીચેનામાંથી કયું છે ?
 • 15. સવિનય કાનૂનભંગની ચળવળનું વર્ષ જણાવો.
 • 16. ઈ.સ. 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું ?
 • 17. ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે ?
 • 18. સૌથી પ્રાચીન વેદનું નામ જણાવો.
 • 19. ધ્રુવની માતાનું નામ શું હતું ?
 • 20. લોકચિત્રોની શૈલી ‘મધુબની’ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં લોકપ્રિય છે ?
 • 21. ત્રિપિટક શું છે ?
 • 22. નાળિયેરી પૂનમને અન્ય કયા તહેવાર રૂપે ઉજવવામાં આવે છે ?
 • 23. લંડનથી પરત ફરતા જહાજમાં ગાંધીજીએ કયા પુસ્તકની રચના કરી હતી ?
 • 24. બ્રહ્મસમાજના સ્થાપક કોણ હતા ?
 • 25. સંબંધિત સામાજિક વનીકરણના પરિક્ષેત્ર વન અધિકારીને સોલર કૂકર માટે કયા પરિશિષ્ટ નંબર પ્રમાણે અરજી કરવાની રહે છે ?
 • 26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના રોટીફેરા (Rotifera) જોવા મળે છે ?
 • 27. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 40 થી 60 ટકા અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
 • 28. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
 • 29. નાગાલેંડનું રાજ્ય પ્રાણી કયું છે ?
 • 30. વન વિભાગમાંથી બાયોગેસ વિતરણ યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
 • 31. રેશનકાર્ડ ધારક ભારતના ગમે તે સ્થળેથી અનાજ મેળવી શકે છે તે યોજનાનું નામ શું છે ?
 • 32. કઈ કોડિંગ ઇવેન્ટમાં સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ, કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ અને સૉફ્ટવેરનો સમાવેશ થાય છે ?
 • 33. ગુજરાત સરકારની કઈ નીતિનો હેતુ ઇ-વાહનોને પ્રોત્સાહન આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી પર્યાવરણને બચાવવાનો છે ?
 • 34. વાતાવરણના કયા સ્તરમાં મહત્તમ તાપમાન ઘટીને માઈનસ 90 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે ?
 • 35. નીચેનામાંથી કયો જિલ્લો મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે ?
 • 36. ગુજરાત ગૌરવ અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
 • 37. લાંચ લેતી વખતે જાહેર સેવકને રંગે હાથ પકડવા માટે લાંચ-રુશવત વિરોધી બ્યુરો કઈ કાર્યપદ્વતિ અપનાવે છે ?
 • 38. અનિશી (આંદામાન નિકોબાર ટાપુ યોજના ફોર હેલ્થ ઇન્સ્યોરન્સ) ક્યારે શરૂ કરવામાં આવી હતી, જે દરદી દીઠ રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવાર પ્રદાન કરે છે ?
 • 39. હાલમાં કાર્યરત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસનું પૂરું નામ શું છે ?
 • 40. વિટામિન કઈ ભાષાનો શબ્દ છે ?
 • 41. ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
 • 42. ગુજરાત ગારમેન્ટ એન્ડ એપેરલ પૉલિસી કયા વર્ષથી અમલમાં આવી ?
 • 43. ગુજરાતનું કયું બંદર ‘કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ’ તરીકે ઓળખાય છે ?
 • 44. કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ?
 • 45. ભારતમાં સૌથી જૂની ઑઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે ?
 • 46. ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’નો લાભ કેવા બાંધકામ કામદારોને મળવાપાત્ર છે ?
 • 47. ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત સંગઠન IISCSનું પૂરું નામ શું છે ?
 • 48. ભારતમાં એક સદન વિધાનસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
 • 49. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું ?
 • 50. દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કયો અનુચ્છેદ સ્વતંત્ર ચૂંટણી કમિશનની જોગવાઈ કરે છે ?
 • 51. ભારત સરકારનું કયું અધિનિયમ ખેડૂત અને ખરીદનાર વચ્ચેના કરાર દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે રાષ્ટ્રીય માળખું બનાવે છે ?
 • 52. ભારતીય બંધારણમાં બહુમતના કેટલા પ્રકારો છે ?
 • 53. ભારતના સૌપ્રથમ કાયદા મંત્રી કોણ હતા ?
 • 54. કયો અધિનિયમ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓને તમામ કાર્યસ્થળો પર જાતીય સતામણી સામે રક્ષણ મળે ?
 • 55. નીચેનામાંથી કઈ ભારતમાં આવકવેરા માટેની સર્વોચ્ચ વહીવટી સત્તા છે ?
 • 56. ઉત્તરાખંડના ઋષિકેશમાં આવેલ ઘાટ કયા નામથી ઓળખાય છે ?
 • 57. સૌની પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કઈ રીતે ફાયદાકારક છે ?
 • 58. દમણગંગા સિંચાઈ યોજના ગુજરાતના કયા જિલ્લાને લાભદાયી છે ?
 • 59. સ્માર્ટ સિટી મિશનના રાઉન્ડ-2માં કયું શહેર ટોચ પર છે ?
 • 60. મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ?
 • 61. પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ શો છે ?
 • 62. પોર્ટબ્લેર બંદરનો ભારતનાં મુખ્ય બંદરોની યાદીમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો ?
 • 63. ડાકોર મંદિર સાથે કયા સંતની ભક્તિકથા જોડાયેલી છે ?
 • 64. ઇનક્રેડિબલ ઇન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટેટર (IITF) સર્ટિફિકેશન પ્રોગ્રામ કઈ વ્યક્તિઓની ક્ષમતા વધારવા માટે શરૂ કરવામાં આવ્યો છે ?
 • 65. ઓખા-બેટ દ્વારકા વચ્ચે કયા પ્રકારનો પુલ બાંધવામાં આવશે ?
 • 66. ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટનું કામ ક્યારે પૂર્ણ થયું હતું ?
 • 67. ‘એલ્ડર લાઈન’ માટેનો ટોલ-ફ્રી નંબર ક્યો છે ?
 • 68. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ્રુવ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
 • 69. પી.એમ.મફત સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા માટે પરિણીત મહિલાના પતિ માટે આવકમર્યાદા કેટલી છે ?
 • 70. અનુસૂચિતજાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે ?
 • 71. ભારત સરકાર દ્વારા ગુજરાતના કયા જિલ્લાનો ‘એસ્પીરેશનલ’ (અલ્પવિકસિત) જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ?
 • 72. ગુજરાતમાં ભારતીય જિમ્નેસ્ટિક્સ (વ્યાયામ)ના પ્રચારકો કોણ હતા ?
 • 73. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસની કઈ તારીખે નિષ્ણાત તબીબ દ્વારા સગર્ભાની તપાસણી કરવામાં આવે છે ?
 • 74. વર્ષ 2020-21માં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા અગાઉ જાણીતી “ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસિસ” યોજનાનું સુધારેલું નામ શું છે ?
 • 75. એન્ટિબાયોટિક શબ્દનો પ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?
 • 76. આપણી સોલાર સિસ્ટમ નો સૌથી મોટો ગ્રહ કયો છે ?
 • 77. P અને Qની સરેરાશ માસિક આવક રૂ. 5050 છે. Q અને Rની સરેરાશ માસિક આવક રૂ. 6250 છે અને P અને Rની સરેરાશ માસિક આવક રૂ. 5200 છે. તો Pની માસિક આવક કેટલી ?
 • 78. કોના મૃત્યુના શોક માટે ગાંધીજીએ એક વર્ષ સુધી ખુલ્લા પગે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ?
 • 79. સૌથી મોટા લાકડાના ચરખાનું અનાવરણ કયા એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું ?
 • 80. UPI દ્વારા કેટલી બેન્ક સાથે વ્યવહાર કરી શકાય છે ?
 • 81. તમામ સરકારી સેવાઓ ઈલેક્ટ્રોનિક રીતે નાગરિકો સુધી પહોંચાડીને સરકાર સંલગ્ન પરિવર્તન કોના દ્વારા શક્ય બન્યું છે ?
 • 82. ગુજરાતનું સૌથી જૂનું તોરણ કયા નામે ઓળખાય છે ?
 • 83. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોને જુદો પાડતો અખાત કયો છે ?
 • 84. ભારતનું કયું શહેર ડેસ્ટિની શહેર તરીકે ઓળખાય છે ?
 • 85. બાબા રામચંદ્રએ ક્યાંના ખેડૂતોને સંગઠિત કર્યા હતા ?
 • 86. અંગ્રેજી શાસનકર્તાઓની આર્થિક શોષણનીતિ ખુલ્લી પાડીને રાષ્ટ્રવાદ જગાવવામાં કોણે અગત્યનું પ્રદાન કર્યું હતું ?
 • 87. હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનાં શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે ?
 • 88. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય તેલક્ષેત્રો આવેલા છે ?
 • 89. વેમ્બનાડ તળાવ ક્યાં આવેલું છે ?
 • 90. શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી પીચ છે ?
 • 91. ટેનિસમાં કેટલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે ?
 • 92. નીચેનામાંથી કઈ રમતની સેરેના વિલિયમ્સ ટોચની ક્રમાંકિત રમતવીર છે ?
 • 93. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે ?
 • 94. કલમ-336માં કેન્દ્રીય સેવાઓ માટે ક્યા સમુદાયને વિશેષ જોગવાઈ મળે છે ?
 • 95. પ્રસિદ્ધ પુસ્તક ‘આનંદમઠ’ના લેખક કોણ છે ?
 • 96. વિટામિન Aનું રાસાયણિક નામ શું છે ?
 • 97. ઇકોસિસ્ટમમાં શેનો સમાવેશ થાય છે ?
 • 98. ડીઆરડીઓ (DRDO)નાચેરમેન કોણ છે ?
 • 99. રમત-ગમત ક્ષેત્રે સુશ્રી સાઇના નેહવાલને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યાં હતાં ?
 • 100. વર્ષ 2009 માટે 57મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 • 101. વર્ષ 1984 માટે 32મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 • 102. ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 103. ‘વિશ્વ વાંસ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 104. વિશ્વ હડકવા દિવસ ક્યારે હોય છે ?
 • 105. ભારતના પૂર્વીય ભાગમાં અંગ્રેજોએ સૌપ્રથમ વાર તેમનાં કારખાનાં ક્યાં ખોલ્યાં હતાં?
 • 106. વલસાડ કઈ નદીના કિનારે વસેલું છે ?
 • 107. વોશિંગ મશીનનો કાર્યકારી સિદ્ધાંત શું છે ?
 • 108. ‘પિનાકપાણિ’ ઉપનામ કયા સર્જકનું છે ?
 • 109. લોકોને ઈ-સ્ટેમ્પિંગની સુવિધા સરળતાથી પ્રાપ્ત થાય તે માટે ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ?
 • 110. ‘ભુવન’ કઈ સંસ્થાનું જિયોપોર્ટલ પ્લેટફોર્મ છે ?
 • 111. ‘ક્યા ભૂલું ક્યા યાદ કરુ’ કોની પ્રસિદ્ધ આત્મકથા છે ?
 • 112. વાલ્મીકિ રામાયણમાં કુલ કેટલા શ્લોકો છે ?
 • 113. ‘નુઆખાઈ’ ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
 • 114. આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીનું મુખ્ય મથક રાજસ્થાનનાં કયા સ્થળે આવેલું છે ?
 • 115. નાગાલેન્ડનું રાજ્ય ફૂલ કયું છે ?
 • 116. કયો વેદ સંગીતના વેદ તરીકે ઓળખાય છે ?
 • 117. પ્રખ્યાત સરોદ વગાડનાર નીચેનામાંથી કોણ છે ?
 • 118. દેવે દસ પેજની વાર્તા બનાવી છે પણ પહેલા બે પેજ જ છાપવા માંગે છે તો તેણે કૉમ્પ્યુટરમાં પ્રિન્ટનો કયો કમાન્ડ પસંદ કરવો જોઈએ ?
 • 119. JPEGનું પૂરું નામ શું છે ?
 • 120. કોમ્પ્યુટર નેટવર્કમાં MANનું આખું નામ શું છે ?
 • 121. અજંતા ગુફા ચિત્રોનું મુખ્ય વિષયવસ્તુ શું છે ?
 • 122. ‘દિગ્વિર નિવાસ પેલેસ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
 • 123. વિજ્ઞાનમાં પીએચ.ડી કરનાર ભારતમાં પ્રથમ મહિલા કોણ હતા ?
 • 124. ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવતી ધાતુનું નામ શું છે?
 • 125. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 19 ઓગષ્ટ 2022

19 August Collage Quiz Bank Question No. 1 To 125

 • 1. AGR 2 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ?
 • 2. ગુજરાત રાજ્યમાં ફિશિંગ બોટનો રેકોર્ડ કયા ઓનલાઈન પોર્ટલ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે ?
 • 3. કઈ સોસાયટી એકત્રીકરણ અને કૃષિ વ્યવસાયના વિકાસ દ્વારા નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
 • 4. ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ કયા એક્ટ નીચે આપવામાં આવે છે ?
 • 5. નીચેનામાંથી ‘સન્ધાન’ કયા વિષયમાં શિક્ષણ આપે છે ?
 • 6. અટલ ઇનોવેશન મિશન (AIM)ના મિશન ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
 • 7. IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?
 • 8. ‘જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ લાભ મેળવવા માટે આવક મર્યાદા શી છે ?
 • 9. કયા પ્રોજેક્ટનો ઉદ્દેશ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત્રમાંથી ઉત્પન્ન થતી વીજળીને પરંપરાગત રાષ્ટ્રીય ગ્રિડ સાથે સમન્વયિત કરવાનો છે ?
 • 10. ડિસેમ્બર 2021 સુધીમાં ગુજરાતમાં સોલાર રૂફટોપ સ્કીમ હેઠળ કેટલા મેગાવોટની ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ?
 • 11. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના કોને લાગુ પડે છે ?
 • 12. 2017માં શ્રી નીતિનભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા મતવિસ્તારથી ચૂંટાયા ?
 • 13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ આપવામાં આવે છે ?
 • 14. ભારતમાં મૂડીબજારની સ્થિતિનું નિયમન કોના દ્વારા કરવામાં આવે છે ?
 • 15. નટબજાણિયાને સાધનસામગ્રી માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
 • 16. વસ્તુપાળને ગુજરાતના મહાઅમાત્યનું પદ કોણે આપ્યું ?
 • 17. ગુજરાતનું કયું શહેર જૈન કળાના લઘુચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે ?
 • 18. વઢિયાર પંથકમાં વરાણાના મેળામાં કયા ઈષ્ટદેવના મહાત્મ્યના સંદર્ભમાં મેળો ભરાય છે ?
 • 19. ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે ?
 • 20. કયું પ્રતીક ગૌતમ બુદ્ધનો ત્યાગ દર્શાવે છે ?
 • 21. ‘હર્ષચરિત’ ગ્રંથ કોણે લખ્યો છે ?
 • 22. નાગરિક સેવા(સિવિલ સર્વિસ) પાસ કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
 • 23. એગલ માર્મેલોસ (બિલ્વ) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
 • 24. નીચેનામાંથી કયા રાજ્યએ મેન્ગ્રોવના આવરણમાં સૌથી વધુ વધારો દર્શાવ્યો છે ?
 • 25. ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
 • 26. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
 • 27. માધવપુરથી પ્રાચી સુઘીનો પ્રદેશ ક્યા નામથી ઓળખાય છે ?
 • 28. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચનો હેતુ શું છે ?
 • 29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
 • 30. નવા સંશોધન અને ટેકનોલોજીનો વિનિયોગ કરી કૃષિલક્ષી વિકાસમાં અગ્રેસરતા માટે ગુજરાત સરકારની કઈ સંસ્થા કામ કરે છે ?
 • 31. ક્યા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે ?
 • 32. ટોપોલોજી શબ્દનો અર્થ શું છે ?
 • 33. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર કયો છે ?
 • 34. કયો અનન્ય ફ્લેગશિપ પ્રોજેક્ટ SMART પોલીસિંગ માટે ગુજરાત પોલીસ કર્મચારીઓને સશક્ત બનાવે છે ?
 • 35. નીચેનામાંથી કયો બંધ કર્ણાટકમાં આવેલો છે ?
 • 36. ગુજરાતમાં કયા વર્ષમાં 108 સેવા શરૂ કરવામાં આવી હતી ?
 • 37. 2022 માં ગુજરાતમાં પોષણ સુધા યોજના’ કુલ કેટલા આદિજાતિ જિલ્લાઓ માટે શરૂ કરી છે ?
 • 38. શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમનો હેતુ શું છે ?
 • 39. જનઔષધિ કેન્દ્રનો હેતુ શું છે ?
 • 40. રાષ્ટ્રીય એસ.સી.- એસ.ટી હબ યોજનાનો ઉદ્દેશ શો છે ?
 • 41. હેન્ડલૂમ ઉત્પાદનોની સુધારેલી ઉત્પાદકતા અને ગુણવત્તા દ્વારા તેમની કમાણી વધારવા માટે વણકરોને લૂમ્સ/એસેસરીઝ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કઈ યોજના રજૂ કરવામાં આવી હતી ?
 • 42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેર પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
 • 43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
 • 44. આરસપહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં મળી આવે છે ?
 • 45. ભારત સરકાર દ્વારા ‘વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના’ હેઠળ મળવાપાત્ર પેન્શનની રકમ કેટલી છે ?
 • 46. ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ હેઠળ કામદારની દીકરીને જારી કરાયેલા બોન્ડ માટે આપોઆપ પ્રથમ કોને વારસદાર બનાવવામાં આવ્યા છે ?
 • 47. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાયકલ સબસિડી યોજના અનુસાર સાયકલનું બિલ મંજૂર કરાવવા માટે નીચેનામાંથી શું જરૂરી છે ?
 • 48. ભારતમાં સૌપ્રથમ શ્રમિક વિદ્યાપીઠ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
 • 49. સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કીટેકચર બિલ કયા વર્ષમાં પસાર થયું હતું ?
 • 50. સંસદ દ્વારા પુનઃવિચારણા માટે પસાર કરાયેલું બિલ કોણ પરત કરી શકે છે ?
 • 51. સંગ્રહખોરી કે કાળાબજારીને કારણે જો અવરોધ ઊભો થાય તયારે ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ સ્થાપિત કરવામાં આવ્યો હતો ?
 • 52. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?
 • 53. આઝાદ ભારતના અંતિમ અને એક માત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?
 • 54. PMMY નો અર્થ શું છે ?
 • 55. FEMA નું પૂરું નામ શું છે ?
 • 56. ગુજરાતના કયા સૂકા વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે ‘સ્ટેટ વાઈડ ડ્રિંકિંગ વોટર ગ્રીડ’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે ?
 • 57. પ્રાદેશિક પાણી પુરવઠા યોજના કયા સ્ત્રોત પર આધારિત છે ?
 • 58. CCA માપદંડ કે જેના આધારે ભારતમાં લઘુ સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનું પૂરું નામ શું છે ?
 • 59. ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કોની જન્મજયંતી પર શરૂ કરવામાં આવી હતી ?
 • 60. ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ?
 • 61. નાણાપંચે રાજય સરકારના એકત્રિત ભંડોળમાંથી પંચાયતોને નાણા ફાળવવા કોને ભલામણ કરવાની હોય છે ?
 • 62. મતદાર યાદી પંચાયતની મુદ્દત પૂરી થવાના કેટલાં સમય પહેલાં તૈયાર કરવાની હોય છે ?
 • 63. આઝાદીના 75માં વર્ષ નિમિત્તે અને ભારતની આઝાદીની લડતમાં યોગદાન આપનાર તમામ લોકોને સન્માન આપવા માટે સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
 • 64. ઈન્દ્રોડાપાર્ક પ્રાણી સંગ્રહાલય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
 • 65. PPP (Public-Private Partnership) મોડ પર બનેલ અને 2021માં ઉદઘાટન કરાયેલ પ્રથમ અદ્યતન રેલ્વે સ્ટેશન કયું હતું ?
 • 66. બાલી જાત્રા ઉત્સવ માટે કયું શહેર પ્રખ્યાત છે ?
 • 67. સાબરમતી રિવરફ્રન્ટની લંબાઈ કેટલી છે ?
 • 68. ગુજરાતમાં ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ ની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
 • 69. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનાવવામાં આવનાર ચાર-લેન(માર્ગીય) સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ ક્યારે કર્યો હતો ?
 • 70. ધોરણ 1 થી 5માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?
 • 71. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ફોર્મ ક્યાંથી મેળવી શકાય છે ?
 • 72. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિશન સાગર યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
 • 73. ગ્રામીણ ભારત માટે SVAMITVA યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
 • 74. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે આપવામાં આવતી ૨૫ લાખની લોન કેટલા ટકાના વાર્ષિક વ્યાજ દરે આપવામાં આવે છે ?
 • 75. માઈ રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાઓને કેટલી રકમ ચેક દ્વારા ચૂકવવામાં આવે છે ?
 • 76. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
 • 77. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગાર કચેરીઓ કાર્યરત છે ?
 • 78. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ હતી ?
 • 79. રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલ સંજોગોમાં અટવાયેલી મહિલાને આશ્રય પૂરો પાડવા ‌‌‌કઈ યોજના કાર્યરત છે ?
 • 80. પાણી પુરવઠાની વ્યવસ્થાઓ, કામગીરી અને યોજનાઓ અર્થે મહિલાઓની ભાગીદારી મજબૂત કરવા માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
 • 81. ‘અન્ન ત્રિવેણી યોજના’ અંતર્ગત કન્યા દીઠ કેટલા કિલોગ્રામ અનાજ સહાય આપવામાં આવે છે ?
 • 82. કચ્છ પ્રદેશના કયા વિસ્તારની ભેંસ વખણાય છે?
 • 83. સિક્કીમ રાજ્યનું પાટનગર કયું છે ?
 • 84. અષ્ટાધ્યાયી ગ્રંથના લેખકનું નામ જણાવો ?
 • 85. ગાંધીજીનું નિધન કયા સ્થળે થયું હતું ?
 • 86. નીચેનામાંથી કયો બ્રહ્મપુત્ર નદીનો ટાપુ છે ?
 • 87. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
 • 88. કયા ભારતીય ચેસ ખેલાડીએ ‘2022 રેકજાવિક ઓપન ટુર્નામેન્ટ’ જીતી ?
 • 89. પ્લેઇંગ ઇટ માય વે આત્મકથાના લેખક કોણ છે ?
 • 90. નીચેનામાંથી કઈ આરોગ્યની સૌથી સચોટ વ્યાખ્યા છે ?
 • 91. નીચેનામાંથી કયું પ્રોટીન હોર્મોન છે ?
 • 92. વર્ષમાં કેટલી વાર લોકસભાની બેઠક મળવી ફરજિયાત છે ?
 • 93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
 • 94. ક્રોમેટ્સના ઉત્પાદન માટે રાસાયણિક ઉદ્યોગમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે ?
 • 95. નીચેનામાંથી કયો બંધ ઇન્દિરા ગાંધી નહેરને પાણી પૂરું પાડે છે ?
 • 96. નીચેનામાંથી કઈ એન્ડોથર્મિક પ્રક્રિયા છે ?
 • 97. કોષ વિભાજનની કઈ પ્રક્રિયામાં રંગસૂત્રો પ્રતિકૃતિ બનાવે છે અને બે પુત્રી કોષોમાં સમાન રીતે વિતરિત થાય છે ?
 • 98. ડૉ. ભગવાન દાસને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
 • 99. રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારનો પ્રથમ પુરસ્કાર કોને અને કયા વર્ષમાં આપવામાં આવ્યો છે ?
 • 100. ‘રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
 • 101. ભારતમાં છત્રપતિ શિવાજી જયંતીની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 102. ભારતનો પ્રથમ અંડરવોટર મેટ્રો પ્રોજેક્ટ કયા શહેરમાં શરૂ થવાની તૈયારીમાં છે ?
 • 103. 2021માં ગુજરાતની કઈ સાઈટ “વર્લ્ડ હેરીટેજ સાઈટ” તરીકે સૂચિબદ્ધ છે ?
 • 104. આનંદવર્ધનના પ્રખ્યાત ગ્રંથનું નામ શું છે ?
 • 105. કયા કવિ જન્મથી આંધળા હતા ?
 • 106. કઈ ઈ-કોમર્સ જાયન્ટે તાજેતરમાં મોબાઈલ ગેમિંગ સ્ટાર્ટ-અપ Mech Mocha હસ્તગત કર્યું છે ?
 • 107. આર્થિક જૂથમાં G-15 શું છે ?
 • 108. ભારતના કયા ડેમ પર સૌથી ઉંચો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ?
 • 109. રામાયણની મૂળ રચના કઈ ભાષામાં લખાયેલી છે ?
 • 110. પ્રાચીન ભારતમાં પલ્લવ વંશની રાજધાની કઈ હતી ?
 • 111. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠમાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી ?
 • 112. શીખ સમુદાયનો કયો પવિત્ર તહેવાર પ્રથમ શીખ ગુરુના જન્મને ચિહ્નિત કરે છે ?
 • 113. પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ?
 • 114. તામિલનાડુના કયા જિલ્લામાં રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
 • 115. પંજાબના કયા સ્થળે ‘સુવર્ણ મંદિર’ આવેલું છે ?
 • 116. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ?
 • 117. કોરોના વાયરસના સ્ત્રોતની તપાસ કરવા માટે કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમ ચીનમાં પ્રવેશી છે ?
 • 118. કમ્પ્યુટર સિસ્ટમમાં બુટિંગનો અર્થ શું છે ?
 • 119. કમ્પ્યુટરમાંથી પ્રિન્ટેડ આઉટપુટને શું કહે છે ?
 • 120. રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તરવેત્તાને ઈ.સ. 1893માં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી ક્યા યુગના હથિયારો મળી આવ્યાં ?
 • 121. ‘દાદા હરિની વાવ’ ક્યાં આવેલી છે ?
 • 122. વિજ્ઞાનને લગતી માહિતી આપતું પાક્ષિક સફારી સામયિકના પ્રકાશકનું નામ શું છે ?
 • 123. ફ્લિપકાર્ટ (Flipkart)ના સહ-સ્થાપકો કોણ છે ?
 • 124. ‘સત્યાર્થ પ્રકાશ’ કોની કૃતિ છે ?
 • 125. અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Disclaimerઅહીં મુકવામાં આવેલ તમામ પ્રશ્નો ઓફિશ્યિલ વેબસાઈટ પરથી લીધેલ છે , આ પ્રશ્નો તમારી જાણ માટે મુકવા માં આવેલ છે
Source : https://quiz.g3q.co.in/quizbank

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 19 ઓગષ્ટ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

19 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
19 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો