Connect with us

SarkariYojna

PM Kisan Nidhi : નથી મળ્યો 13મો હપ્તો તો ફક્ત કોલ પર થશે સમાધાન, ફટાફટ ડાયલ કરો આ નંબર

Published

on

PM Kisan Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Nidhi) ના લાભાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે. જો પીએમ કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો (13th installment) હજુ સુધી તેમના ખાતામાં નથી પહોંચ્યો તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સરકાર દ્વારા જારી કરાયેલા ટોલ ફ્રી નંબ(toll free number) ર પર ફોન કરીને તમામ માહિતી મેળવી શકો છો. આપને જણાવી દઈએ કે તાજેતરમાં 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકથી દેશના ખેડૂતોને 13મો હપ્તો ભેટમાં આપ્યો હતો. પરંતુ આ વખતે પણ એવા 2 કરોડથી વધુ ખેડૂતો છે, જેમના ખાતામાં 13મો હપ્તો પહોંચ્યો નથી.

આ નિયમ ફોલો કરવા જરૂરી

હકીકતમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં પારદર્શિતા લાવવા માટે બે નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. પરંતુ હજુ પણ દેશમાં આવા કરોડો ખેડૂતો છે. જેમણે નિયમોનું પાલન કર્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવા ખેડૂતોને જ 13મા હપ્તાથી વંચિત રાખવામાં આવ્યા છે. કારણ કે સરકારે પહેલાથી જ eKYC અને લેન્ડ વેરિફિકેશન કરવું જરૂરી બનાવી દીધું હતું. પરંતુ હજુ સુધી કરોડો ખેડૂતોએ ઈ-કેવાયસી અને લેન્ડ વેરિફિકેશન કરાવ્યું નથી. જેના કારણે તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો પહોંચ્યો નથી.

અહીં મળશે સંપૂર્ણ જાણકારી

જો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે કોઈ માહિતી જોઈતી હોય, તો તમે ટોલ ફ્રી નંબર 1800115526 પર કોલ કરીને કોઈપણ માહિતી મેળવી શકો છો. આ સિવાય તમે વધુ માહિતી મેળવવા માટે [email protected] પર ઈ-મેલ કરી શકો છો. એટલા માટે બેંકના ચક્કર લગાવવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ ટોલ ફ્રી નંબર પર કોઈપણ સમસ્યાનું સમાધાન મળી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. 

PM Kisan Nidhi
PM Kisan Nidhi

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending