Connect with us

SarkariYojna

મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા

Published

on

મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ એક્ટ-૨૦૧૯) અંતર્ગત નોંધાયેલી સંસ્થાઓ વિધાનસભાના મતવિસ્તારની સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા જાહેર કરી છે

મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે ચૂંટણી પંચ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આગ્રહ કરી રહ્યું છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે બીજા વિસ્તારોમાં મતદાન યોજાશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના દિવસે એટલે કે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા
મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા

વાંચો 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા પરિપત્ર

ક્રમાંકઃ-ગસ-૧૮/૨૦૨૨-જસર-૧૦૨૦૨૨-૨૨૦૧-ઘ. ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા. ૮મી મે, ૧૯૬૮ના જાહેરનામા ક્રમાંક: ૩૯/૬૮/જેયુડીએલ-૩ સાથે વાંચતાં, સને ૧૮૮૧ના વટાઉખત અધિનિયમ (૧૮૮૧ ના ૨૬ મા) ની કલમ-૨૫ના ખુલાસાને અનુસરીને ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા.૦૧ ડીસેમ્બર, ૨૦૨૨ ગુરૂવારના રોજ પ્રથમ ચરણમાં (૧) કચ્છ (૨) સુરેન્દ્રનગર (૩) મોરબી (૪) રાજકોટ (૫) જામનગર (૬) દેવભૂમિ દ્વારકા (૭) પોરબંદર (૮) જુનાગઢ (૯) ગીર સોમનાથ (૧૦) અમરેલી (૧૧) ભાવનગર (૧૨) બોટાદ (૧૩) નર્મદા (૧૪) ભરૂચ (૧૫) સુરત (૧૬) તાપી (૧૭) ડાંગ (૧૮) નવસારી (૧૯) વલસાડ અને તા. ૦૫/૧૨/૨૦૨૨, સોમવારના રોજ બીજા ચરણમાં (૧) બનાસકાંઠા (ર) પાટણ (૩) મહેસાણા (૪) સાબરકાંઠા (૫) અરવલ્લી (૬) ગાંધીનગર (૭) અમદાવાદ (૮) આણંદ (૯) ખેડા (૧૦) મહીસાગર (૧૧) પંચમહાલ (૧૨) દાહોદ (૧૩) વડોદરા (૧૪) છોટા ઉદેપુર જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોઇ તા.૦૧ ડીસેમ્બર, ૨૦૨૨ ગુરૂવાર અને તા. ૦૫/૧૨/૨૦૨૨, સોમવારના દિવસે સબંધિત જિલ્લાઓમાં “ જાહેર રજા “ તરીકે જાહેર કરવામાં આવે છે.

કર્મચારીઓને ચાલુ પગારે રજા આપવામાં આવશે

ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ એક્ટ-૨૦૧૯) અંતર્ગત નોંધાયેલી સંસ્થાઓ વિધાનસભાના મતવિસ્તારની સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા જાહેર કરી છે. કર્મચારીઓને ચાલુ પગારે રજા આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending