google news

04 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

04 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 04/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 04/08/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 04/08/2022

04 August School Quiz Bank Question No. 1 To 125

  • 1. દૂધઉત્પાદનમાં વધારો કરવા માટે ગાય અને ભેંસની જાતિમાં સુધારો કરવાના મૂળભૂત ઉદ્દેશ સાથે રાજ્યમાં કયો પ્રૉજેક્ટ કાર્યરત છે ?
  • 2. નીચેનામાંથી કયો સુગંધિત પાક છે?
  • 3. ગિજુભાઈ બધેકાની યાદમાં વર્ષ 2021ને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?
  • 4. ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થાના પ્રથમ ડાયરેકટર કોણ હતા ?
  • 5. આઈ.એસ.ટી.ઈ.ની કઈ યોજનાનો ઉદ્દેશ શૈક્ષણિક અને ઔદ્યોગિક ભાગીદારી દ્વારા વિકસિત પ્રક્રિયા અથવા પ્રોટોટાઇપની માન્યતા છે ?
  • 6. ગુજરાત સોલાર પાવર પોલિસી હેઠળ ગ્રાહકો પાસે જે ઊર્જા ઉત્પન્ન થશે તે એમના વપરાશ બાદની વધારાની ઊર્જાની ખરીદી કોણ કરે છે ?
  • 7. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન ક્યારે શરૂ થયું ?
  • 8. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ડ્રોન સર્વિસ પ્રોવાઈડરની ક્ષમતાવર્ધન માટે કઈ સંસ્થા શરૂ કરવાનું આયોજન છે ?
  • 9. કેલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત પાટણ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
  • 10. વતનપ્રેમ યોજનામાં દાતા કોઈ પણ કે તમામ વિકાસ કાર્યોમાં મહત્તમ કેટલા ટકા સુધીનું દાન આપી શકે છે ?
  • 11. ભૂચર મોરીનું યુદ્ધ ગુજરાતના કયા ગામ પાસે થયું હતું ?
  • 12. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સન્માન પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી ?
  • 13. નવા રચાયેલા નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે ?
  • 14. કચ્છમાં આવેલું કયું સ્થળ રોગાન પ્રિન્ટિંગ એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ?
  • 15. અમદાવાદનું પ્રાચીન નામ શું હતું ?
  • 16. ગુજરાતી ભાષાને પ્રતિષ્ઠા ના મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
  • 17. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ છે ?
  • 18. કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ?
  • 19. પુરાણોની સંખ્યા કેટલી છે ?
  • 20. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક ‘જીવનનું પરોઢ’ ગાંધીજીના જીવનના કયા તબક્કાને આવરી લે છે ?
  • 21. છઠ પૂજા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે ?
  • 22. ભગવાન શ્રીકૃષ્ણના પિતાનું નામ શું હતું ?
  • 23. ‘જંગલ બૂક’ કોની રચના છે ?
  • 24. હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત કયા વ્યાકરણગ્રંથની સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી ઉપર સ્થાપિત કરીને શોભાયાત્રા કાઢી હતી ?
  • 25. કેલીકાર્પા મેક્રોફિલા (પ્રિયંગુ) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  • 26. કાષ્ઠ કે લાકડું એ કેવો પદાર્થ છે ?
  • 27. ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 28. ગુજરાતમાં આવેલ કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • 29. મેધાલયનું રાજ્ય પ્રાણી કયું છે ?
  • 30. વન વિભાગમાંથી કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
  • 31. ‘GAD’નું પૂરું નામ શું છે ?
  • 32. ગુજરાતમાં IT ક્ષેત્રના પ્રૉજેક્ટના પ્રમોશન અને અમલીકરણનું કાર્ય કઈ એજન્સી કરે છે ?
  • 33. પર્યાવરણ દિવસ -2021ની થીમ જણાવો ?
  • 34. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019નો શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ અભિષેક શાહને કઈ ફિલ્મ માટે મળ્યો હતો ?
  • 35. નીચેના ભારતીય વૈજ્ઞાનિકો પૈકી કયા ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોરના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે ?
  • 36. સ્ટેટ સ્ટાર્ટ-અપ રેન્કીંગમાં 2020માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યું છે ?
  • 37. ગુજરાતના કેટલા જિલ્લામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
  • 38. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે ?
  • 39. ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનિર્માણ માટે કઈ સર્વોચ્ચ સંસ્થા કાર્યરત છે ?
  • 40. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો હેતુ શો છે ?
  • 41. VHN નું પૂરું નામ શું છે ?
  • 42. વર્ષ 2021-22માં વિશ્વમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે ?
  • 43. ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ 2017ના ચોક્કસપણે અસરકારક અમલીકરણ માટે કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે ?
  • 44. પાણીને ગાળવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે ?
  • 45. કોલાર ગોલ્ડ માઇન નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
  • 46. કોઈ સંસ્થા ૧૦૦૧થી ૧૫૦૦ શ્રમયોગીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માગે તો કેટલી સહાય મળે છે ?
  • 47. ગુજરાત સરકારની DST યોજના હેઠળ તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીને કયું સર્ટિફિકેટ આપવામાં આવે છે ?
  • 48. નીચેનામાંથી કયું રાજ્ય દ્વિગૃહ ધારાસભા ધરાવે છે ?
  • 49. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરને હટાવવાની સત્તા કોની પાસે છે ?
  • 50. સુપ્રીમ કોર્ટના જજને કઈ રીતે હટાવી શકાય છે ?
  • 51. નીચેનામાંથી કયા રાજયમાં વિધાનસભાની 403 બેઠકો છે ?
  • 52. રોજગાર દરમિયાન અકસ્માતને કારણે ઇજાગ્રસ્ત થયેલા કામદારોને વળતર આપવા માટે કયો અધિનિયમ બનાવવામાં આવ્યો હતો ?
  • 53. લોકસભામાં અનુદાન માટેની તમામ બાકી માંગણીઓ માટે ‘ગિલોટિન’ લાગુ કરવાની સત્તા કોની પાસે છે ?
  • 54. બંધારણના કયા સુધારામાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી ?
  • 55. મહેસૂલી પ્રક્રિયાને વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા, જમીન વેચાણના કિસ્સાઓમાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સરકાર દ્વારા કયો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ?
  • 56. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સિંચાઈની સુવિધા માટે અલગ-અલગ જળસંગ્રહ અને ચેકડેમ બનાવવામાં આવ્યા છે ?
  • 57. ગુજરાતમાં મીની પાઇપ પાણી પુરવઠા યોજના કેવી રીતે કામ કરે છે ?
  • 58. ગુજરાતમાં કયા સ્થળે જાણીતો ફિશમિલ પ્લાન્ટ આવેલો છે ?
  • 59. લદ્દાખના કારગિલ જિલ્લામાં આવેલ ચુટક હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રૉજેક્ટ કઈ નદી પર સ્થિત છે ?
  • 60. તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણી કોણ કરે છે ?
  • 61. કયા કિસ્સામાં પંચાયતની ચૂંટણીઓ (બાકી મુદ્દત 6 માસ કરતાં ઓછી હોય) માટે કોઈ પણ સમયે મતદાર યાદીઓ તૈયાર કરાતી હોય છે ?
  • 62. નીચેનામાંથી કયો ભારતમાલા પરિયોજના હેઠળ વિકસિત ભારતનો પ્રથમ 14 લેન હાઇવે છે ?
  • 63. ગ્રામીણ જીવન, કલા, સંસ્કૃતિ અને વારસાને દર્શાવી, સ્થાનિક સમુદાયને આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ અને સક્ષમ બનાવી, પ્રવાસના અનુભવ માટે પ્રવાસીઓ અને સ્થાનિકો વચ્ચે સંવાદ સાધતું પ્રવાસન કયું છે ?
  • 64. IRCTC અંતર્ગત મુસાફરી વીમામાં મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં વીમાની રકમ કેટલી છે ?
  • 65. કયા પ્રકારની એજન્સી ગ્રીન હાઇવે પોલિસી હેઠળ જાળવણી કરવાના કામને સંભાળવા માટેની પાત્રતા ધરાવતી નથી ?
  • 66. ગુજરાતના ગિરનાર ખાતે રોપ-વે દ્વારા માત્ર 7.5 મિનિટમાં કેટલા કિલોમીટરનું અંતર કાપવામાં આવે છે ?
  • 67. ‘ઇન્ડિયાને જાણો’ પ્રોગ્રામ કયા વિભાગની પહેલ છે ?
  • 68. સાગર યોજનાના મિશન-3 હેઠળ ડિસેમ્બર 2020માં INS કિલ્ટનએ 15 ટન માનવતાવાદી સહાય અને રાહતનું વિતરણ કયા દેશોમાં કર્યું ?
  • 69. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-58 હેઠળ સામાજિક શિક્ષણ શિબિર માટે કેટલી ખર્ચમર્યાદા છે ?
  • 70. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું અમલીકરણ ક્યારથી કરવામાં આવ્યું ?
  • 71. પૂજ્ય સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
  • 72. ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ-2022 અંતર્ગત ગુજરાતના કયા યુવા ખેલાડીએ ટેનિસમાં સુવર્ણચંદ્રક જીત્યો ?
  • 73. અસ્પૃશ્યતા નાબૂદીના ભાગરૂપે અનુસૂચિત જાતિ અને અન્ય જાતિ વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાનો અમલ કરવામાં આવે છે ?
  • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મિશન વાત્સલ્ય યોજના’ હેઠળ સંવેદનશીલ સંજોગો અને તકલીફ હોય તેવાં બાળકો માટે સહાય, હિમાયત અને માનસિક સ્વાસ્થ્ય સંલગ્ન સહાય માટેની યોજનાનું ટૂંકું નામ શું છે ?
  • 75. પાચન પછી પ્રોટીનનું શેમાં રૂપાંતરિત થાય છે ?
  • 76. એલ્યુમિનિયમનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે શા માટે થાય છે ?
  • 77. કયા પ્રકારની રીફ્રેક્ટિવ ખામી માટે, રીફ્રેક્શનને સુધારવા બાયફોકલ લેન્સની જરૂર પડે છે ?
  • 78. અરુણા અસફ અલી નીચેનામાંથી કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?
  • 79. ખાદીમાં યાર્નની ગણતરી માપવા માટે કઈ પદ્ધતિને અનુસરવામાં આવે છે ?
  • 80. કયા વિભાગ દ્વારા NeSDA પહેલ હાથ ધરવામાં આવી હતી ?
  • 81. ભારતનું પ્રથમ ડિજિટલ ગામ કયું છે ?
  • 82. ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે ?
  • 83. ભારતમાં કુલ કેટલા ભૂકંપ ઝોન છે ?
  • 84. ગુજરાતનું કયું શહેર ગુજરાતની સિરામિક રાજધાની તરીકે ઓળખાય છે?
  • 85. કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર’માં કયા રાજવંશની માહિતી મળે છે?
  • 86. પ્રસિદ્ધ ગ્રંથ ‘લીલાવતી’ કયા વિષય સાથે સંબંધ ધરાવે છે?
  • 87. સૂર્યનગરી તરીકે કયું શહેર જાણીતું બન્યું છે?
  • 88. નીચેનામાંથી ભારતનું કયું શહેર પર્વતીય વિસ્તારમાં વિકાસ પામ્યું છે ?
  • 89. 2022માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની કેટલામી ઉજવણી કરવામાં આવી હતી ?
  • 90. નિવૃત્ત રમતવીર પેન્શન યોજના અંતર્ગત લાભાર્થીઓને આજીવન કેટલું માસિક પેન્શન મળે છે ?
  • 91. વેલોડ્રોમ એ નીચેનામાંથી કઈ રમત માટેનું મેદાન છે ?
  • 92. ટેસ્ટમાં વિકેટની હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે ?
  • 93. નીચેનામાંથી કયું પ્રોટીન હોર્મોન છે ?
  • 94. ‘અસ્પૃશ્યતા નાબૂદી’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
  • 95. ‘શેરલોક હોમ્સ’ના સર્જક કોણ હતા ?
  • 96. નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના સિદ્ધાંતો શોધી કાઢ્યા ?
  • 97. ચંદ્રયાન-2ને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
  • 98. જેટ એન્જિનની શોધ કોણે કરી ?
  • 99. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  • 100. ભારતનો પીસટાઇમ (શાંતિકાળ)નો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?
  • 101. વર્ષ 1978 માટે 26મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  • 102. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 103. ‘રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 104. ‘વિશ્વ મલાલા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 105. નીચેનામાંથી વિશ્વનું સૌથી લાંબું ફૂલ કયું છે ?
  • 106. ભારતનું ‘વ્હાઈટ સિટી’ તરીકે ઓળખાતું શહેર કયું છે?
  • 107. ઈન્ડિયા આર્ટ ફેર (IAF) 2022 નું આયોજન સ્થળ ક્યાં હતું?
  • 108. શેક્સપિયરે કેટલા નાટકો લખ્યા હતા?
  • 109. જમીનસંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે શહેરી વિસ્તારની વ્યાખ્યામાંથી કયા વિસ્તારોને રદ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોને સંપાદિત થયેલી જમીનના ચાર ગણા વળતરનો લાભ મળી શકે ?
  • 110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
  • 111. મહર્ષિ વેદવ્યાસએ કયા ગ્રંથની રચના કરી ?
  • 112. નીચેનામાંથી કોણે ‘માનવજાત માટે એક ધર્મ, એક જાતિ અને એક ભગવાન’ ના સિદ્ધાંતનો પ્રચાર કર્યો?
  • 113. હાલના ગુજરાતનો કયો પ્રદેશ ક્ષત્રપકાળ દરમિયાન ‘આનર્ત’ પ્રદેશ તરીકે ઓળખાતો હતો ?
  • 114. ‘સાંચીનો સ્તૂપ’ કયા રાજયમાં આવેલો છે ?
  • 115. ભારતના હોકી વિઝાર્ડ તરીકે કોણ ઓળખાય છે ?
  • 116. નીચેનામાંથી બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે ?
  • 117. છોડ કઈ પ્રક્રિયાના વધુ પ્રમાણથી કરમાઇ જાય છે ?
  • 118. HTTPનું પૂરું નામ શું છે?
  • 119. જો કોમ્પ્યુટરમાં એક કરતા વધુ પ્રોસેસર હોય તો તેને શું કહેવાય છે ?
  • 120. W3Cનું પૂરું નામ શું છે?
  • 121. 2021 સુધીમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતની કેટલી મિલકતો અંકિત કરવામાં આવી ?
  • 122. રાજસ્થાનના કેટલા ભવ્ય પહાડી કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?
  • 123. નીચેનામાંથી કયું થર્મોપ્લાસ્ટિક છે ?
  • 124. વર્લ્ડ વાઇડ વેબના શોધક કોણ છે ?
  • 125. અમર પેલેસ ક્યાં આવેલો છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 04 ઓગષ્ટ 2022

04 August Collage Quiz Bank Question No. 1 To 125

  • 1. પોલ્યૂશન ગુજરાત રાજ્યમાં કુલ કેટલી ગૌશાળાઓનેં આર્થિક સહાય આપવામાં આવેલ છે ?
  • 2. સપ્ટેમ્બર, 2019માં માનનીય વડાપ્રધાન દ્વારા પ્રાણીઓમાં પગ અને મોઢાના રોગના નિયંત્રણ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • 3. કૃષિના સંદર્ભમાં WBCISનું પૂરું નામ શું છે ?
  • 4. નિપુણ ભારત મિશનનો હેતુ શો છે ?
  • 5. નવી શિક્ષણનીતિ, 2020માં HRD મંત્રાલયને કયું નામ આપવામાં આવ્યું છે ?
  • 6. વર્ષ 2022માં ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
  • 7. ગુજરાતમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
  • 8. ચારણકા સોલાર પાર્કમાં સૌર ઊર્જાના ઉત્પાદનને કારણે વાર્ષિક કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડના પ્રદૂષણમાં ઘટાડો થયો છે ?
  • 9. વર્ષ 2011ની SECC દ્વારા ઓળખી કાઢવામાં આવેલા કુટુંબો કઈ યોજના હેઠળ નિઃશુલ્ક વીજજોડાણો મેળવવા પાત્ર બનશે ?
  • 10. નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી ક્યારે સૂચિત કરવામાં આવી હતી ?
  • 11. IREDAનું પૂરું નામ શું છે ?
  • 12. PROOFનું પૂરું નામ શું છે ?
  • 13. 01/09/2021ની અસરથી 1થી 3 વર્ષ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
  • 14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001થી 25000 સુધીની વસતીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  • 15. કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત પાટણ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
  • 16. ‘મા અન્નપૂર્ણા યોજના’ હેઠળ ગુજરાત રાજ્યના તમામ અંત્યોદય અન્ન યોજના કાર્ડધારકોને દર મહિને કેટલા કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે ?
  • 17. બહુરૂપી કલાના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટે એક કલાકારને એક કાર્યક્રમ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
  • 18. સ્વામી સચ્ચિદાનંદની કઈ કૃતિને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ?
  • 19. ઈ. સ. 1930માં અમદાવાદથી કેટલા કિ. મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી ?
  • 20. હર્ષવર્ધન રાજાના દરબારના મહાકવિ કોણ હતા ?
  • 21. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યા ?
  • 22. ધોળાવીરા કઈ પ્રાચીન સભ્યતાનું શહેર છે ?
  • 23. મીનળદેવી ક્યાંનાં રાજકુંવરી હતાં ?
  • 24. શ્રીરંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યાં છે ?
  • 25. ‘ઠોઠ નિશાળિયો’ કોનું ઉપનામ છે ?
  • 26. ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ?
  • 27. મહાવીર સ્વામી કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
  • 28. અષાઢ સુદ પૂર્ણિમા અન્ય કયા નામથી ઓળખાય છે ?
  • 29. ‘કુલી’ નવલકથાના લેખક કોણ છે ?
  • 30. ઓસીમમ ગર્ભગૃહ (તુલસી)નો છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
  • 31. વન વિભાગના સ્વસહાય જૂથ દ્વારા રોપ ઉછેર યોજનામાં લાભાર્થી જૂથને કોણ તકનીકી માર્ગદર્શન આપે છે ?
  • 32. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની આવૃત્ત બીજધારી જોવા મળે છે ?
  • 33. ભારતમાં 23.26% વનવિસ્તાર પૈકી કેટલા ટકા બિનવર્ગીકૃત વનો છે ?
  • 34. ભારતમાં વન્યજીવ રક્ષિત વિસ્તારનું પ્રમાણ કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે ?
  • 35. અમૃતા દેવી બિશ્નોઇ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એવોર્ડ અંતર્ગત કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?
  • 36. ગુજરાતના કયા વિસ્તારમાં લગુનની રચના થઈ છે ?
  • 37. અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ કયા નામે ઓળખાય છે ?
  • 38. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • 39. ગુજરાતમાં i -Hubની સ્થાપના ક્યારે થઈ ?
  • 40. ભારત સરકાર દ્વારા ચાલતી રાષ્ટ્રીય ગ્રીન મિશન યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૦ સુધી સંવર્ધિત CO2 ઉત્સર્જનમાં કેટલા પ્રમાણમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે ?
  • 41. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ?
  • 42. ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 43. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો પરની રાષ્ટ્રીય નીતિ કયા અનુચ્છેદ પર આધારિત છે ?
  • 44. યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડતી નવલકથા ‘હાઇ ઑન કસોલ’નું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હર્તુ?
  • 45. બિહારની કઈ નદીને ‘બિહારનો અભિશાપ’ કહેવામાં આવે છે ?
  • 46. ભારતના કયા વડાપ્રધાને નવા આયુષ મંત્રાલયની રચના કરી ?
  • 47. ‘સંજીવની એક્સપ્રેસ બાઇક સેવા’નો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લાએ કર્યો હતો ?
  • 48. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હર ઘર દસ્ક્ત’ અભિયાનનો હેતુ કયો છે ?
  • 49. સમગ્ર ગુજરાતમાં યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત બાળકોને પીસીવી વેક્સિનનો પ્રથમ ડોઝ કયારે આપવામાં આવે છે ?
  • 50. કઈ યોજનાનો હેતુ ટેક્ષ્ટાઈલ પ્રોસેસિંગ ક્ષેત્રને મરીન, રિવરાઇન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ઝેડએલડી) સહિત યોગ્ય તકનીક દ્વારા પર્યાવરણીય ધોરણોને પરિપૂર્ણ કરવા માટે સક્ષમ કરવાનો છે ?
  • 51. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ આકસ્મિક મૃત્યુ પર 18-70 વર્ષની વયજૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને કેટલી રકમ મળવાપાત્ર છે ?
  • 52. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)નાં ઘટક એવા હેન્ડલૂમ માર્કેટિંગ સહાય હેઠળ માર્કેટિંગ ઇવેન્ટ્સના આયોજન માટે રાજ્યો/પાત્રતા ધરાવતી હેન્ડલૂમ એજન્સીઓને કયા બજારો માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • 53. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ કયો છે ?
  • 54. વિશ્વમાં ભારત સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમમાં કયું સ્થાન ધરાવે છે ?
  • 55. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભાર્થીની વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 56. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવવામાં આવતી પ્રીમિયમની રકમ જે તે વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
  • 57. ભારત સરકારની SHREYAS યોજનાનું કેટલાં સ્તરમાં અમલીકરણ થયેલ છે ?
  • 58. ભારત સરકારના મંત્રાલય M.S.D.E નું પૂરું નામ શું છે ?
  • 59. ભારતમાં નેવિગેશનની સહાયના વિકાસ, જાળવણી અને સંચાલન માટે કયા બિલમાં માળખું આપવામાં આવ્યું છે ?
  • 60. કટોકટીના સંબંધમાં રાષ્ટ્રપતિની સત્તાઓ બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રદાન કરવામાં આવી છે ?
  • 61. લોકસભામાં આધાર બિલ 2016 કોણે રજૂ કર્યું ?
  • 62. કયો ભારતીય કૃષિ અધિનિયમ રદ કરવામાં આવ્યો છે ?
  • 63. ભારતના બંધારણને અંતિમ સ્વરૂપ ક્યારે આપવામાં આવ્યું ?
  • 64. કયા અધિનિયમે સુરક્ષિત ગર્ભપાત સેવાઓ માટે મહિલાઓની મર્યાદા અને પહોંચમાં વધારો કર્યો છે ?
  • 65. કેન્દ્ર સરકાર દ્વારા કયો કર વસૂલવામાં આવે છે ?
  • 66. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
  • 67. સરદાર સરોવર પ્રૉજેક્ટ દ્વારા ગુજરાતનાં કેટલાં ગામોને પીવાના પાણીના પુરવઠાનો લાભ મળે છે ?
  • 68. SSNNLના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના અવરિત ઉપયોગ માટે સપ્ટેમ્બર-2017માં નર્મદા કેનાલ પર કેટલા સોલાર પાવર પ્રૉજેક્ટસ ચાલુ કરવામાં આવ્યા છે ?
  • 69. ગુજરાત કેનાલ રુલ્સ 1962 રદ કરીને ગુજરાત સરકાર દ્વારા સિંચાઈ, પાણી પુરવઠા અને ડ્રેનેજ માટે આપવામાં આવતી તમામ સેવાઓના લાભમાં સુધારો કરવા વર્ષ 2014માં કયો નિયમ અમલમાં મૂકવામાં આવેલ હતો ?
  • 70. નદીઓના ઇન્ટરલિંકિંગ પ્રૉજેક્ટના ભાગરૂપે સરસ્વતી નદીને રિચાર્જ કરવા માટે ધરોઈ પ્રૉજેક્ટમાંથી કઈ લિંક લેવામાં આવી છે ?
  • 71. સ્થાનિક સિંચાઈને ફાયદો થાય તે માટે સરફેસ ફ્લો ઇરિગેશન સ્કીમ હેઠળ ભારત સરકારની મદદથી નાના તળાવોમાં કયા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ?
  • 72. ગુજરાતમાં કયા સ્થળે મત્સ્ય ઔદ્યોગિક એસ્ટેટ’ની સ્થાપના કરવામાં આવી છે ?
  • 73. ગુજરાતમાં ગ્રામકક્ષાએથી આયુષ્યમાન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
  • 74. ગ્રામસમાજ સાથે જોડાયેલી માહિતી કયા પોર્ટલ પર મળી રહે છે ?
  • 75. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત સમથળ વિસ્તારમાં કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
  • 76. 2017માં સોમનાથના વિકાસ માટે ‘પ્રસાદ યોજના’ હેઠળ કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ?
  • 77. AAI દ્વારા રાજસ્થાનના કિસનગઢ એરપોર્ટ પર GAGAN (ભારતીય ઉપગ્રહ આધારિત વૃદ્ધિસેવા)નું પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 78. આખા વર્ષ દરમિયાન આર્મી અને મશીનની ગતિશીલતાને સક્ષમ કરવા માટે વ્યૂહાત્મક ઝોઝિલા ટનલ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં બનાવવામાં આવી રહી છે ?
  • 79. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું વહીવટી નિયંત્રણ કોની પાસે છે ?
  • 80. મૌન મંદિરના સ્થાપક કોણ હતા ?
  • 81. ‘નિર્મળ ગુજરાત શૌચાલય યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 82. પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 83. અમદાવાદના સાયન્સ સિટીમાં જળચર ગૅલેરી બનાવવા માટે કેટલો ખર્ચ થયો છે ?
  • 84. જે બાળકોને રક્ષણ અને સંભાળની જરૂર હોય તેમને ચિલ્ડ્રન હોમ આપવા માટે કોણ જવાબદાર છે ?
  • 85. કઈ યોજના હેઠળ લઘુત્તમ યોગદાન રૂ. 250 સાથે પાત્રતા ધરાવનાર અરજદારો 7.6% નું ઊંચું વળતર અને મહત્તમ રૂ.1.5 લાખના કર લાભો મેળવી શકે છે ?
  • 86. આઈ.એન.એસ. કેસરીએ હિંદ મહાસાગરના દેશોમાં કોવિડ રાહત સહાય તરીકે કઈ વસ્તુઓનું વહન કર્યું ?
  • 87. લર્નિંગ પ્રોગ્રામ PMILPનું પૂરું નામ શું છે ?
  • 88. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાધારક વ્યક્તિના આકસ્મિક અથવા કુદરતી મૃત્યુના સંજોગોમાં તેના વારસદારને વીમાની કેટલી રકમ આપવામાં આવે છે ?
  • 89. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ?
  • 90. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
  • 91. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે ?
  • 92. ‘ભીલ સેવા મંડળ’ના આજીવન સેવક બની ભીલોની આજીવન સેવા કરનાર રૂપાજી પરમારનો જન્મ ક્યાં થયો હતો ?
  • 93. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 94. ‘ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન માટેની યોજના’ હેઠળ રાષ્ટ્રીય બચતપત્રો તરીકે મળતી સહાય કુલ કેટલી છે ?
  • 95. ગુજરાત સરકારની ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના’ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવનાર કન્યાઓ માટે કયા બોન્ડ લેવામાં આવે છે ?
  • 96. અયોધ્યા કઈ નદીને કિનારે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે ?
  • 97. કયા ભારતીય સ્વાતંત્ર્યસેનાનીનું અવસાન આગાખાન પેલેસ, પૂના ખાતે થયેલું ?
  • 98. ચીની બૌદ્ધ સાધુ હ્યુ-એન-સાંગ કયા ભારતીય સમ્રાટના શાસનકાળ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા ?
  • 99. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય ભાષા ‘ખાસી’ છે ?
  • 100. આસામ, અરુણાચલપ્રદેશ ,નાગાલેન્ડ, મણિપુર મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા – ભારતના આ સાત રાજ્યો કયા નામે પ્રસિદ્ધ છે ?
  • 101. કઈ રમતમાં ભાગ લેનારને ‘મુગ્ધવાદી’ કહેવામાં આવે છે ?
  • 102. ઑલિમ્પિક ધ્વજમાં 5 રિંગ્સ શું દર્શાવે છે ?
  • 103. માનવશરીરમાં સામાન્ય ધબકારાનો દર કેટલો હોવો જોઈએ ?
  • 104. સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેન્દ્રીયપ્રધાન તરીકે વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે ?
  • 105. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ ઉપરના મહાઆરોપની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  • 106. સૂરસિંહ તખ્તસિંહ ગોહિલનું તખ્ખલુસ કયું છે ?
  • 107. લોખંડને કાટ લાગવો એ કયા પ્રકારની પ્રક્રિયા છે ?
  • 108. સૌથી સ્થિર ઇકોસિસ્ટમ કઈ છે ?
  • 109. ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 110. ભારત સરકાર દ્વારા વિદેશી/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની શ્રેણીમાં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર વર્ષ 2022થી નવાજવામાં આવ્યા છે ?
  • 111. ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 112. વિશ્વમાં એપ્રિલ મહિનાનો ચોથો શનિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
  • 113. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કલકત્તા સિવાય પશ્ચિમ બંગાળમાં અન્ય કયું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે ?
  • 114. ભારતના કયા શહેરમાં પર્યાવરણ મંત્રીએ વર્ષ 2021માં સૌપ્રથમ કાર્યરત સ્મોગ ટાવરનું લોકાર્પણ કર્યું હતું ?
  • 115. ‘જય જય ગરવી ગુજરાત..’ .કોની કાવ્યરચના છે ?
  • 116. એલ.ઈ. ડી. નું પૂરું નામ શું છે ?
  • 117. સતીશ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે ?
  • 118. ગુજરાતમાં સમાજસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવનાર સંસ્થાનું નામ શું છે?
  • 119. કઈ ગુફાઓ આજીવક સંપ્રદાયને સમર્પિત હતી ?
  • 120. નીચેનામાંથી કયા તહેવાર પર લોકો ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે?
  • 121. ભારતમાં ‘આચાર્ય’ તરીકે કોણ ઓળખાય છે ?
  • 122. વિશ્વના કયા મ્યુઝિયમમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ?
  • 123. તાત્કાલિક ઉપયોગ કરી શકાય તેવા મુખ્ય સ્ટોરેજની બહાર કયું સંગ્રહ ઉપકરણ (સ્ટોરેજ ડિવાઇઝ) કમ્પ્યુટરમાં ઉમેરવામાં આવે છે ?
  • 124. ગુજરાતનું પ્રથમ પ્રાગ્ ઐતિહાસિક સર્વેક્ષણ ક્યારે કરવામાં આવ્યું ?
  • 125. ડીહાઈડ્રેશનથી શરીરમાં કયું તત્ત્વ નીકળી જાય છે ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Disclaimerઅહીં મુકવામાં આવેલ તમામ પ્રશ્નો ઓફિશ્યિલ વેબસાઈટ પરથી લીધેલ છે , આ પ્રશ્નો તમારી જાણ માટે મુકવા માં આવેલ છે
Source : https://quiz.g3q.co.in/quizbank

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 04 ઓગષ્ટ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

04 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
04 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો